21 April 2017

ફોરેસ્ટ્રીના 5 વિદ્યાર્થીની ભૂખ હડતાલ શરૂ


નવસારીમાંકૃષિ યુનિવર્સિટી ખાતે ફોરેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓએ પોતાની માંગણીની સંદર્ભમાં આજે ગુરૂવારથી આમરણાંત મૌન-ભૂખ હડતાલનો પ્રારંભ કર્યો છે. આજે 5 વિદ્યાર્થીઓથી શરૂઆત કરાયા બાદ દિવસે દિવસે ભૂખ હડતાલમાં એક એક વિદ્યાર્થી ઉમેરાતો જશે, જેના કારણે આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે.

નવસારીમાં એરૂ સ્થિત કૃષિ.યુનિમાં ફોરેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ છેલ્લા 25 દિવસના વધુ સમયથી પોતાની વિવિધ માંગણીનાં સંદર્ભે આંદોલન કરી રહયા છે.સૌ પ્રથમ રજુઆતોનો દોર શરૂ કરાયા બાદ આંદોલન દિવસે દિવસે વેગ પડતું ગયું હતું. આજે હવે આંદોલન ભૂખ હડતાલ સુધી પહોંચ્યું છે. અગાઉ રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા સાથે વિદ્યાર્થી અને યુનિ.ના વિસી ડાંગરીયા સાથે બેઠક થઇ હતી જેમાં વિદ્યાર્થીઓની માંગણીના સંદર્ભે તપાસ કરવા માટે અને વિવિધ પાસાઓની ચકાસણી અર્થે કમીટીની રચના કરવામાં આવી હતી. તે છતાં પણ વિધાર્થીઓનાં પ્રશ્નોનાં નિરાકરણ આજ સુધી આવ્યું નથી. આ વિધાર્થીઓ એસીએફ અને આરએફઓની ભરતીમાં ફોરેસ્ટ્રીનાં વિધાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ વિધાર્થીઓ કરી રહ્યા છે. હક લઇશું નહી તો મુંગા જ મરીશું તથા ગુજરાત સરકાર જાગો અમને અમારો હક આપો જેવા બેનરો સાથે આજે વિધાર્થીઓએ ભૂખ હડતાળનો પ્રારંભ કર્યો હતો. તે પછી રોજબરોજ એક એક વિધાર્થી આ હડતાળમાં જોડાતો રહેશે અને આખરે તમામ વિધાર્થીઓએ ભૂખ હડતાળમાં જોડાઈને ન્યાયની માંગણી કરશે.

વીસીએ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી 
ફોરેસ્ટ્રીનાંવિદ્યાર્થીઓ પંકીના 5 વિદ્યાર્થીઓ આજથી ભૂખ હડતાલનાં મંડાણ કર્યા છે.અગાઉ બાબતે નવસારી જિલ્લા કલેક્ટરને સહિતના અધિકારીઓને તથા પોલીસ વિભાગને વિદ્યાર્થીઓ દ્વારા જાણ કરવામાં આવી છે. આજે વિદ્યાર્થીઓએ નક્કી કરેલ કાર્યક્રમ મુજબ આમરણાંત ભૂખ હડતાલ શરૂ કરતા યુનિ.ના વાઇસ ચાન્સેલર સી.જે. ડાંગરીયા , કોલેજના પ્રિન્સીપલ વગેરેએ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને તેમને સમજાવાનો પ્રયાસ કર્યો હતો.