22 April 2017

નવસારીના વકીલોની રેલી નીકળી


નવસારીમાં વકીલો કોર્ટના કામકાજથી અળગા રહ્યા હતા અને લો કમિશનના ચેરમેનનું પૂતળાદહન કરી લો કમિશન દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા બીલ નં. 266નું બીલ પાસ નહીં કરવાની માગ સાથે કોર્ટ કંપાઉન્ડથી રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

લોકસભામાં લો કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા મુકવામાં આવેલા ધી એડવોકેટસ એક્ટ (એમેન્ડમેન્ટ) બીલ નં. 266 23મી માર્ચ 2017થી લોકસભામાં રજૂ કરાયુ છે. જે એડવોકેટ એક્ટમાં સુધારા વધારા કરવા માટે સૂચિત બીલમા માંગણી કરાઈ છે તે માંગણીઓ બિનલોકશાહી અને વકીલોના હક હિત પર ભયંકર અસર પડે અને વકીલોનો હક હિતો છીનવાઈ જાય તેવા છે. જેથી નવસારીના વકીલોએ બીલ પરત ખેંચાયા તેવી માંગણી કરી છે. જો બીલ પાછુ નહીં ખેંચાય તો વકીલોએ જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નવસારીના 300 જેટલા વકીલોએ ભેગા મળીને આજે લોકમિશનના ચેરમેન બી.સી. ચૌહાણના પૂતળાનું દહન કર્યું હતું અને બીલની હોળી કરી હતી. બાર. એસો.ના પ્રમુખ અડવોકેટ દિપક ગુપ્તા સહિત મોટાભાગે તમામ અગ્રણી વકીલો રેલીમાં જોડાયા હતા. રેલીને કારણે જૂનાથાણા નજીક ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.