2 May 2017

વિજલપોર પાલિકા કર્મચારીઓના સાતમા પગારપંચ મુદ્દે દેખાવો


સાતમા પગારપંચ સહિત કેટલીક પડતર માંગણીઓ ઉકેલાતા વિજલપોર નગરપાલિકાના કાયમી કર્મચારીઓએ આજે સોમવારે કાળી પટ્ટી પહેરી દેખાવો કર્યા હતા.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને સાતમા પગારપંચના લાભો આપી દીધા છે. જોકે નગરપાલિકાના કર્મચારીઓને હજુ સુધી સાતમા પગારપંચના લાભ મળ્યા નથી. જેને લઈને પાલિકા કર્મચારી સંગઠનોએ અગાઉ લેખિત રજૂઆતો સરકારમાં કરી હતી. લેખિત રજૂઆતો બાદ કાળી પટ્ટી ધારણ કરી દેખાવો કરવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત અહીંની વિજલપોર પાલિકાના કર્મચારીઓએ આજે સોમવારે કાળીપટ્ટી ધારણ કરી કામ કર્યું હતું અને પોતાની માગણી સંદર્ભે દેખાવ કર્યા હતા. આગામી દિવસોમાં માસ સીએલ, એક દિવસના ઉપવાસ, અચોક્કસ મુદતની હડતાળ વગેરે કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે.

અહી ઉલ્લેખનીય છે કે વિજલપોર પાલિકાના કર્મચારીઓએ સાતમા પગારપંચના લાભ સહિતની કેટલીક માગ સ્વીકારતા આજે કાળીપટ્ટી ધારણ કરી દેખાવ કર્યા હતા પરંતુ અહીંની નવસારી પાલિકામાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી દેખાવ કર્યા હતા.