2 May 2017

રાજ્ય સ્થાપના દિને જલાલપોર ફાયર સ્ટેશન પ્રજાને અર્પણ


રાજ્ય સ્થાપના દિને નવસારી પાલિકાએ જલાલપોર ફાયર સ્ટેશન લોકોને સમર્પિત કર્યું હતું.

1લી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન હતો. 57 વર્ષ અગાઉ ગુજરાત રાજ્યને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. આજે રાજ્ય સ્થાપના દિને અહીંની નવસારી પાલિકાએ શહેરને વધુ એક ફાયર સ્ટેશન આપ્યું હતું. જલાલપોર ફાયર સ્ટેશનનું લોકાર્પણ દંડક આર.સી. પટેલ અને ધારાસભ્ય પિયુષ દેસાઈની હાજરીમાં કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા અન્ય કાર્યક્રમ તો થયા હતા પરંતુ નવસારી પાલિકા કચેરી, વિજલપોર પાલિકા કચેરી સહિતની જિલ્લા કક્ષાની કચેરીઓને પણ રાજ્ય સ્થાપના દિનની ખુશાલીમાં શણગારવામાં આવી હતી. રાજ્ય સ્થાપના દિન સોશ્યલ મિડિયામાં પણ છવાયો હતો. સવારથી જ ગુજરાતીઓ એકબીજાને રાજ્ય સ્થાપના દિનની શુભેચ્છા આપતા જોવા મળ્યા હતા.