2 May 2017

નવસારીમાં કામદારોનાં શોષણની કામદાર દિને રજૂઆત કરાઇ


1લી મે કામદાર દિન હોઇ નવસારીના કેટલાક જાગૃત નાગરિકો, કામદાર સંગઠન સાથે સંકળાયેલાઓએ કામદારનાં પ્રશ્નોની લેખિત રજુઆત સરકારને કરી હતી.

આજે 1લી મે કામદાર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ કામદાર દિવસે નવસારીમાં કેટલાક કામદાર અગ્રણીઓ, લેબર એડવોકેટ વિગેરેએ સરકારને કામદારને સ્પર્શતા પ્રશ્નોની લેખિત રજુઆત જિલ્લા કલેક્ટર રવિ અરોરાને કરી હતી.

કોન્ટ્રાક્ટ સીસ્ટમને કારણે કામદારોને મોટું નુકશાન
પોતાની રજુઆતમાં જણાવ્યું કે કોન્ટ્રાક્ટ સીસ્ટમને કારણે કામદારોને મોટું નુકશાન થાય છે. કામદારોને મિનીમમ વેજીસ પણ ચુકવવામાં આવતું નથી અને મોટાપાયે ખુલ્લેઆમ શોષણ કરવામાં આવે છે. અનેક જગ્યાએ કામદારોને મેડીકલ ફેસીલીટી, વીમો, ઇ.એસ.આઇ, પી.એફ જેવા લાભ પણ આપવામાં આવતા નથી. બેરોજગારીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે અને બેરોજગારીનો લાભ કંપનીઓ લઇ રહી છે. અવાજ ઉઠાવનાર કામદારને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે. આવા અનેક પ્રશ્નો અંગે સરકાર પગલા ભરે તેવી માંગ કરી હતી.