4 May 2017

નવસારીની મિશ્રશાળા નં. 2ને સ્માર્ટ બનાવાશે


નવસારી નગર શિક્ષણ સમિતિ સંચાલિત એક શાળાની કાયાપલટ કરી સ્માર્ટ શાળા બનાવવાનો નિર્ણય લેવાયો છે.

નવસારી પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 20 જેટલી પ્રાથમિક શાળાઓ શહેરમાં આવેલી છે. શાળાઓમાંની એક શાળા સરબતિયા તળાવ નજીકની મિશ્રશાળા નં. 2 છે. શાળામાં બાલમંદિરથી ધો. 8મા સુધીમાં 400 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. મિશ્રશાળા નં. 2મા અનેક મોર્ડન સુવિધા ઉભી કરી, ટીપટોપ બનાવી સ્માર્ટ સ્કૂલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. મળતી માહિતી મુજબ ગુણોત્સવ કાર્યક્રમ દરમિયાન કલેકટરે શાળાની મુલાકાત લીધી હતી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ સુવિધા બાબતે રજૂઆત કરતા કલેકટરે શાળાને સ્માર્ટ સ્કૂલ બનાવવા આહવાન કર્યું, જેને પાલિકાનો પણ સહયોગ મળ્યો છે.

મળતી માહિતી મુજબ સ્માર્ટ સ્કૂલ બનાવવા અંતર્ગત શાળાની રીતસર કાયાપલટ કરાશે. જેમાં શાળામાં ડિજીટલ લાયબ્રેરી બનાવવી, કમ્પ્યૂટર રૂમ બનાવવો, મોર્ડન બોર્ડ બનાવવા, શાળાને કલરકામ કરવા તથા ભીંતચિત્રો દોરવા-સ્લોગન લખવા, શૌચાલયો નવા બનાવવા, રિપેરિંગ કામ હાથ ધરવા સહિતના કામો કરાશે. અંગે નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મધુભાઈ કથિરીયાએ જણાવ્યું કે હાલમાં એક શાળાને સ્માર્ટ શાળા બનાવ્યા બાદ આગામી 5 વર્ષમાં મહત્તમ શાળાઓને સ્માર્ટશાળા બનાવાશે.