4 May 2017

ગાર્ડા કોલેજમાં પ્રથમવાર પ્લેસમેન્ટ યોજાતાં 17 વિદ્યાર્થીને નોકરી મળી

2મેનાં રોજ ગાર્ડા કોલેજમાં ICICI બેંક અને સુરત ખાતેની સી.એ.ની કંપની એન.પી.લખાણી એન્ડ કું.અને સી.એ.ગજેરા એન્ડ કંપની દ્વારા બેંકના સેલ્ફ ઓફિસર અને સી.એની કંપની દ્વારા આર્ટસ કોમર્સના વિદ્યાર્થીઓની નોકરીની પસંદગી અંગેનો પ્લેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કેમ્પમાં કુલ 104 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. તે પૈકી 86 વિદ્યાર્થીઓ ભરતી કેમ્પમાં હાજર રહયા હતાં.

કેમ્પમાં હાજર રહેલા નોકરીવાંચ્છુક વિદ્યાર્થીઓને ICICI બેંક અમદાવાદ ખાતેથી બેંક માટે સેલ્સ ઓફિસરની ભરતી માટે ખાસ પધારેલા રાજીવકુમાર ક્ષત્રિયે બેંકની ભરતીની પ્રક્રિયા,નોકરીની શરતો,કામ કરવાની પદ્ધતિ,ટ્રેનિંગ,પગાર ધોરણ અન્ય ભથ્થાઓ વગેરેની માહિતી પૂરી પાડી હતી.

ગજેરા એન્ડ કંપનીના સંચાલક સી.એ.સંજયભાઇએ કોમર્સના વિદ્યાર્થીઓ માટે આવનારા સમયમાં દરેક કંપનીની કેવી કેવી જરૂરિયાત ઉભી થશે,તેની માહિતી આપી હતી.આ બંને સી.કે.કંપની દ્વારા વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.તે પૈકી 32 ઉમેદવારો તેમાં ક્વોલિફાય થતાં તે તમામનું મૌખિક ઇન્ટરવ્યુ લેતા તેમાં 10 ઉમેદવારોની આખરી પસંદગી નોકરી માટે કરવામાં આવી હતી. બીજા 09 ઉમેદવારોને વેઇટીંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા હતાં.

ICICI બેંકના રિફટમેન્ટ અધિકારી રાજીવકુમાર,નવસારી ખાતેની બેંકના મેનેજર યજ્ઞેશ કાલિયા તથા સેલ્સ અફિસર શર્મા દ્વારા ગાર્ડા કોલેજના નોકરીવાંચ્છુ વિદ્યાર્થીઓની સેલ્સ ઓફિસરની કાયમી ઓફિસર માટેની લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી.તે પૈકી 46 વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષામાં પાસ થતાં તે સર્વનાં મૌખિક ઇન્ટરવ્યું યોજવામાં આવ્યા હતાં.તે પૈકી 7 વિદ્યાર્થીઓની વાર્ષિક પેકેજ 1.88 લાખથી તેમની અંતિમ પસંદગી કાયમી નોકરી માટે કરવામાં આવી હતી અને 13 ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ બનાવવામાં આવ્યું હતું.

ગાર્ડા કોલેજમાં પ્લેસમેન્ટ માટેનો કેમ્પ પ્રથમ વખત યોજવામાં આવ્યો હતો.આ કેમ્પમાં કુલ 17 વિદ્યાર્થીઓને ગાર્ડા કોલેજના પ્રયાસોથી નોકરી અપાવવામાં ગાર્ડા કોલેજ ટ્રસ્ટ, ઇન્ચાર્જ આચાર્ય ડો.ધર્મવીર એમ.ગુર્જર અને ઓફિસના વહીવટી સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.