11 May 2017

વેકેશન હોવા છતાં આમજનતા માટે ડાન્સિંગ ફુવારો બંધ


નવસારી શહેરમાં પર્યટનના હેતુસર બનાવવામાં આવેલા મ્યુઝીકલ ડાન્સિંગ ફુવારો હાલ વેકેશનનો સમય હોવા છતાં આમજનતા માટે ખુલ્લો મુકાયો નથી.

નવસારી શહેરમાં લોકોને મનોરંજન પૂરું પાડતા જાહેર પ્રકલ્પો ખાસ નથી. આજથી 8-9 વર્ષ અગાઉ શહેરમાં મ્યુઝીકલ ડાન્સિંગ ફૂવારો બનાવવાનું નક્કી થયું હતું. ફુવારા માટે ટાટા હોલ નજીકની જગ્યા પસંદ કરાઈ હતી. જગ્યાએ આકર્ષક મ્યુઝીકલ ડાન્સિંગ ફુવારો બનાવવામાં આવ્યો હતો. શરૂઆતના દિવસોમાં તો આમજનતા માટે ફુવારો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સમય જતા ફુવારો જોવામાં સંખ્યા ખુબ ઘટી જતા આમજનતા માટે ફુવારો બંધ કરાયો અને ફુવારાને પાલિકાએ કોમર્શિયલ બનાવી દીધો હતો. છેલ્લા કેટલાય વર્ષથી પાલિકાનો ફુવારો રૂ. 3500થી 3700ના ભાડેથી લોકોને આપવામાં આવે છે. આમજનતા માટે ફુવારાનું મનોરંજન માણવાનું લગભગ બંધ થઈ ગયુ છે. બે-ત્રણ વર્ષ અગાઉ પાલિકા પ્રમુખ હેમલતાબેન ચૌહાણે વેકેશનમાં લોકો માટે ફુવારો ચાલુ કરાવ્યો હતો. હાલ શાળાકીય વેકેશન ચાલી રહ્યું છે છતાં બાળકોને યા મોટેરાઓને ફુવારાના દર્શન થતા નથી. લોકોને માટે વેકેશનમાં પણ ફુવારો ખુલ્લો મુકવામાં આવ્યો નથી. અહીં પ્રશ્ન થાય છે કે શું ફુવારાનું નિર્માણ માત્ર પૈસાપાત્ર લોકોને માટે કરાયું હતું આમજનતાને વેકેશન જેવા સમયમાં પણ ફુવારાનું મનોરંજન પાલિકા આપી શકે

અંગે પાલિકાના કોંગ્રેસી સભ્ય ઈકબાલ ઉસ્માનીએ જણાવ્યું કે ફુવારો આમજનતા માટે બનાવ્યો છે ત્યારે આમજનતા માટે ખાસ કરીને વેકેશન જેવા સમયમાં તો ખુલ્લો મુકાવો જોઈએ એવી મારી માગ છે.

બાબતે નવસારી પાલિકાના શાસક પક્ષના સિનિયર સભ્ય અને ભૂતપૂર્વ ઉપપ્રમુખ હિંમતભાઈ પટેલે જણાવ્યું કે ગુરૂવારે મળનારી એક્ઝિક્યુટીવ કમિટીમાં બાબતે ધ્યાન દોરવામાં આવશે.

નવસારીમાં ટાટા હોલ નજીકનો ડાન્સિંગ ફુવારાનું રિપેરિંગ કરાતું નથી 
નવસારીમાં બનાવવામાં આવેલો મ્યુઝીકલ ડાન્સિંગ ફુવારો વિવાદમાં રહ્યો છે. ફુવારો બનાવવામાં ટેન્ડરિંગ પ્રક્રિયામાં વહીવટી ભૂલ કરાયાનું તપાસમાં બહાર આવ્યું હતું. હાલ પણ છેલ્લા કેટલાક સમયથી ફૂવારો પૂર્ણત: સારી રીતે ચાલી રહ્યાનું પણ જાણવા મળ્યું છે. ફુવારા માટેની કેટલીક મોટરો વગેરે બરાબર ચાલતી હોય પૂર્ણ કક્ષાએ ફુવારો કાર્યરત નથી. લગભગ એક-દોઢ મહિનાથી સ્થિતિ હોવા છતાં તેને રિપેર કરાયો હોવાની જાણકારી મળી છે.