15 May 2017

નવસારીમાં ઉદ્યોગ અને વેપારના વિકાસ અંગે પરિસંવાદ યોજાયો


નવસારી મેનેજમેન્ટ એસોશીએશન દ્વારા આપણા નવસારીનાં ઉદ્યોગ વેપારનાં વિકાસ માટે ઉપયોગી પરિસંવાદ યોજાયો હતો.

સ્વપ્નલોક અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારીનાં સભાખંડમાં નવસારી મેનેજમેન્ટ એસોસીએશન આયોજિત શહેરનાં પ્રતિષ્ઠિત નગરજનોની હાજરીમાં રસપ્રદ સેમીનાર યોજાયો હતો.નવસારીનાં વિકાસ માટે નવસારી નગરનાં ઉદ્યોગ વિકાસ માટેની ચર્ચા અંગે મળેલી સભાનો આરંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિડીયો પ્રવચનથી કરાયો હતો.

એન.એમ.એનાં પ્રમુખ હાર્દિક નાયક મંત્રી લલીત પંડ્યા અને નવા પ્રમુખ જિજ્ઞેશ દેસાઇની ઉપસ્થિતિમાં સમારંભનું સંચાલન માધવી શાહે કર્યુ હતું.હાર્દિક નાયકે પ્રાસંગિક વાતો કરી ભવિષ્યમાં નવસારીને વિકાસ તરફ લઇ જવાનાં માર્ગોની વાતો કરી હતી.નવસારીનાં સિધ્ધિ પુરુષો જે સફળ થયાં છે તેનાં સુચનો જરૂરી છે.વ્યક્તિ તરીકે સુખી અને વેપારી તરીકે સફળ થવું છે. રોહન શૂળેએ એન.એમ.એની સભ્યો માટે ઉપયોગી માહિતી રજૂ કરી હતી. એન.એમ.એની ડો.હિરેન ધૂળસીયા, પરેશરાઠોડ, સૂરજભાઇ સાવલીયા, જયદીપ સોલંકી પેનલ દ્વારા ચર્ચા કરાઇ હતી.પોતાનાં વ્યવસાયની સફળતાની વાતો અને નવસારીની પસંદગી વિશે વાતો કરી હતી.

આજે યોજાયેલા સેમીનારમાં નગરનાં વિવિધવય જૂથનાં નામી અનામી વ્યક્તિઓ હાજર રહી ચર્ચામાં ભાગ લઇ વિવિધ સુચનો કર્યા હતાં.2 કલાક સુધી ચાલેલી ચર્ચામાં રસપ્રદ ઉપયોગી બાબતો રજૂ થઇ હતી.સભામાં એન.એમ.એનાં આભાર માન્યો હતો. ડો.મુકેશ પરમાર,જયંત મહેતાએ પ્રશ્નોત્તરી કરી હતી. જ્યોતિબેન દેસાઇ, અમૃત પટેલ ચર્ચામાં રસપ્રદ સુચન કર્યા હતાં.