27 May 2017

નવસારીના બસપોર્ટનું કામ 18 મહિનામાં પૂર્ણ થશે


નવસારીમાં નિર્માણ થનાર આકોનિક બસપોર્ટનું કામ 18 મહિનામાં (ડિસેમ્બર 2018)માં પૂર્ણ થશે એવી જાણકારી આજે શુક્રવારે બસપોર્ટના ખાતમુહૂર્ત પ્રસંગે અપાઈ હતી.

નવસારીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનનારા આધુનિક આઈકોનિક બસપોર્ટની ખાતમુહૂર્તવિધિ આજે શુક્રવારે નવસારીમાં એસટી ડેપો ખાતે થઈ હતી. પ્રસંગે ઉપસ્થિત રાજ્યના વાહનવ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે પૈસાદાર લોકો પ્લેનમાં બેસે છે અને ત્યાં એરપોર્ટ ઉપર જે સુવિધાઓ હોય છે તેવી સુવિધા ગુજરાતમાં ગરીબ-સામાન્ય વર્ગના લોકોને બસ ડેપો ઉપર મળે !

નવસારીમાં એક અબજના ખર્ચે બનનારુ બસપોર્ટ આવી સુવિધાવાળુ હશે. તેમણે કહ્યું કે અગાઉના શાસનમાં એસટીની ખરાબ સ્થિતિ હતી. બસની મુસાફરી મર્યાદા 8 લાખ કિલોમીટરની હોવા છતાં 13 લાખ કિલોમીટર ચલાવાતી હતી, આજે સ્થિતિ નથી.

એસટીની ખોટ અંગે કહ્યું કે એસટી સરકાર માટે ધંધો નથી પરંતુ સામાન્ય માણસને જવા-આવવાની સુવિધા ઉપલબ્ધ કરવાનું સાધન છે. સરકારના કાર્યક્રમોમાં એસટીની બસ મફતમાં લઈ જવાની ટીકા અંગે કહ્યું કે વાત ખોટી છે, સરકાર પણ એસટીને પહેલા પૈસા ચૂકવે છે.

પ્રસંગે રાજ્ય સરકારના કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરીયાએ એસટીની સેવા તથા સરકારની કામગીરીઓ જણાવી હતી. વિધાનસભાના નાયબ દંડક આર.સી. પટેલે એસટીબસમાં સફર કરવાનો ભૂતકાળનો અનુભવ વાગોળ્યો હતો.

નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ જણાવ્યું કે નવસારીનો બસપોર્ટનું કામ 18 મહિનામાં પુરુ થશે એવી જાણકારી અમોને અપાઈ છે. તેમણે પ્રસંગે ડેપો માટે જમીન આપનારા પારસી કુટુંબોને પણ યાદ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવા બનનારા બસપોર્ટની સુવિધાઓનું નિદર્શન પણ સ્ક્રિન ઉપર કરવામાં આવ્યુ હતુ.