28 May 2017

નવસારી ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓના આંદોલનને પોરબંદરમાં સમર્થન


પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ કિશન રાઠોડ સહિતના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે ગુજરાતમાં એકમાત્ર ફોરેસ્ટ્રી કોલેજ કાર્યરત છે જે અંતર્ગત ઘણા વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કરી બહાર પડે છે પરંતુ ગુજરાતમાં તેમના માટે રોજગારીની કોઈ તકો ઉભી કરવામાં આવી નથી જેમાં જંગલખાતાની ભરતીઓમાં વિદ્યાર્થીઓ માટે 100 ટકા સુધીની અનામત જોગવાઈ કરવામાં આવે છે.

જેને લઈને છેલ્લા 55 દિવસથી વિદ્યાર્થીઓ પોતાના હિત માટે હડતાલ ઉપર ઉતરે છે ત્યારે સરકાર દ્વારા 15 દિવસમાં વિદ્યાર્થીઓની માંગણી સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.