29 May 2017

સમગ્ર નવસારીમાં ઠેર ઠેર જૂના બ્લોક કાઢી નવા નાંખવામાં આવશે

નવસારીમાં ઠેરઠેર જુના બ્લોકોની જગ્યાએ નવા બ્લોકો નાંખવાનો નિર્ણય લેવાયો છે.આ નિર્ણય પાલિકાની પબ્લીક વર્કસ કમિટીની બેઠકમાં લેવાયો હતો.

નવસારી નગરપાલિકાની પબ્લીક વર્કસ કમિટીની બેઠક ચેરમેન જયંતિભાઇ ગોપાણીની અધ્યક્ષતામાં કમળી હતી. કમિટીનાં એજન્ડા ઉપર 70 જેટલા કામો હતાં, જેમાં સૌથી વધુ કામો શહેરમાં વિવિધ જગ્યાએ જુના બ્લોકો કાઢી નવા બ્લોકો નાંખવાનો હતો. અહીં ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી મોટા પાયે બ્લોકપેવીંગના કામો કરવામાં આવ્યા છે.આ બ્લોકપેવીંગમાં કેટલાક બ્લોકો ખરાબ થઇ ગયા છે અને તેને બદલવાની માંગો થતી રહી છે. બાબતને ધ્યાને લઇને શહેરમાં અનેક જગ્યાએ જુના બ્લોકો કાઢી નવા બ્લોકો નાંખવાનું કામ પબ્લીક વર્કસ કમિટીમાં લાવવામાં આવ્યું હતું.ચર્ચા બાદ કામોને મંજુરી આપવામાં આવી હતી. માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ શહેરમાં કેટલીક જગ્યાએ સારા બ્લોકો હોવા છતાં તેને કાઢી નવા બ્લોકો નાંખવાની વાત ધ્યાન ઉપર આવી છે ત્યારે પ.વ.કમિટીમાં સભ્ય ઇકબાલ ઉષ્માનીએ જુના ખરાબ થઇ ગયેલ બ્લોકો કાઢી નવા નાંખવાનું સૂચન કર્યુ હતું. વધુમાં શહેરમાં કેટલીક જગ્યાએ જ્યાં વાહનોની અવર-જવર વધુ હોય ત્યાં પણ રોડ બનાવવાની જગ્યાએ બ્લોક પેવીંગ થયાનું જણાયું છે જેના લીધે વાહનોની અવર-જવરમાં બ્લોક જલ્દી ખરાબ થઇ ગયાનું જોવાયું છે.આ સ્થિતિમાં વાહનોની વધુ અવર-જવર વાળી જગ્યાએ બ્લોકપેવીંગની જગ્યાએ રોડ બનાવવાની રજુઆત પણ ઉસ્માનીએ કરી હતી.