29 May 2017

નવસારીમાં અનેક જગ્યાએ ડીવાઇડરો તૂટેલી હાલતમાં


નવસારીમાં ટ્રાફિક નિયમન માટે બનાવાયેલ ડીવાઇડરો અનેક જગ્યાએ તૂટી ગયાનું જણાઇ રહયું છે. તૂટી ગયેલ ડીવાઇડરોની જગ્યાએથી કેટલાક વાહનચાલકો એક બાજુથી બીજી તરફ જતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

નવસારીમાં અનેક મુખ્યમાર્ગો તથા અંતરિયાળ માર્ગો આવેલા છે. શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ભરચક ટ્રાફિક જોવા મળે છે. સ્થિતિમાં ટ્રાફિકનું નિયમન થાય,વાહનચાલકો શિષ્તબદ્ધ રીતે આવજા કરે શકે તે માટે અહીંની નગરપાલિકાએ કેટલાક મુખ્યમાર્ગો ઉપર ડીવાઇડરો બનાવ્યા છે. દુધિયાતળાવ માર્ગ, ફુવારા સાંઢકુવા માર્ગ, સાંઢકુવા સ્ટેશન માર્ગ જેવા માર્ગ ઉપર ડીવાઇડરો જોવા મળી રહ્યા છે. ડીવાઇડરોમાની હાલત ખરાબ થઇ ગયેલી જોવા મળે છે. સ્ટેશન માર્ગના ડીવાઇડરોની હાલત તો વધુ ખરાબ છે. અહીંના ડીવાઇડરો થોડા થોડા અંતરે તૂટી ગયેલા અને વચ્ચે ખુલ્લી જગ્યા થયેલ જોવા મળે છે. નોંધનીય વાત છે કે,આ તૂટી ગયેલ ડીવાઇડરોની ખુલ્લી જગ્યાનો કેટલાક દ્વિચક્રી વાહનચાલકો ઉપયોગ કરે છે.એક બાજુથી બીજી બાજુ જવા ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવાના કારણે અકસ્માતનો ભય પણ સતત રહે છે. પાલિકાએ તૂટી ગયેલ ડીવાઇડરોને રીપેર કરવાનું યા નવા બનાવવાનું કામ હાથ ઉપર લીધું નથીં!