30 May 2017

નવસારીનું પાણી વિજલપોર પાલિકાએ મંજૂરી વિના લઇ લીધું


વિજલપોરની પાણી પુરવઠા યોજના કાર્યરત થવા અગાઉ વિવાદ થયો છે. યોજનાના તળાવમાં નહેરનું પાણી નવસારી પાલિકાની પરવાનગી વગર લેવાતા વિવાદ સર્જાયો છે.

વિજલપોર શહેરની પણ પાણી પુરવઠા યજના સરકારે મંજૂર કરી હતી. યોજનાનું મહત્તમ કામ પૂર્ણ થઈ ગયું છે, જોકે હજુ સુધી કાર્યરત થઈ નથી. યોજના અંતર્ગત નહેરનું પાણી અહીંના રામનગર તળાવમાં ઠાલવી ફિલ્ટર કરી શહેરીજનોને શુદ્ધ પાણી પુરુ પાડવામાં આવનાર છે. યોજના કાર્યરત થઈ નથી પરંતુ હાલમાં નહેરનું પાણી રામનગર તળાવ તરફ વાળી દેવામાં આવ્યું હતું અને જોતજોતામાં તળાવ ભરાઈ ગયું. નવસારી પાલિકાને મળનાર નહેરનું પાણી વિજલપોરના તળાવમાં લઈ જવાના વિવાદ સર્જાયો છે. વિજલપોરના તળાવને ભરવા નહેરનું પાણી લેવા જરૂરી પરવાનગી લેવામાં આવી હોવાની જાણકારી મળી છે.

અંગે મળતી માહિતી મુજબ વિજલપોરની પાણી પુરવઠા યોજનાનું કામ કરનાર જીયુડીસીના કોન્ટ્રાકટરના માણસ દ્વારા નહેરનું પાણી વાળી દેવાનો આક્ષેપ થઈ રહ્યો છે. અંગે નવસારી અને વિજલપોર પાલિકાના ચીફ ઓફિસર રમેશ જોષીએ જણાવ્યું કે નહેરનું પાણી તળાવમાં આવતું બંધ કરી દેવાયું છે.

એવી પણ જાણકારી મળી છે કે જવાબદારો પાસે ખુલાસો માંગવામાં આવશે તથા નહેરના પાણી માટે ચાર્જ વસૂલવા બાબતે પણ વિચારણા ચાલી રહી છે.