30 May 2017

પુત્રના સારુ પરિણામ આવતા સૈનિકોને સહાય


નવસારી નાયબ મામલતદાર યોગેશ રાણાએ કાશ્મીર સરહદે લડતા સૈનિકો પ્રત્યે લાગણી વ્યક્ત કરવા સૈનિક ફંડમાં 51 હજારો ચેક આપ્યો છે. આજે રાણાના પુત્રના એસએસસી બોર્ડમાં સારા ગુણાંક આવતા તે ખુશી વ્યક્ત કરવા પુત્ર પાસે સૈનિક ફંડના નાણાનો ચેક કલેકટરને આપ્યો હતો.

નવસારી જિલ્લા પુરવઠા ખાતામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર યોગેશ રાણાએ તેના પુત્ર મારફત 51 હજારનો ચેક સૈનિક ફંડમાં આપવા કલેકટરને આજે સોમવારે સુપરત કર્યો હતો. બાબતે યોગેશ રાણાએ જણાવ્યું કે તેમની ઈચ્છા મિલિટરીમાં જવાની હતી પરંતુ જઈ શક્યા હતા. આપણા સૈનિકો ખાસ કરીને હાલ કાશ્મીરમાં જે રીતે લડી રહ્યા છે તે જોતા વિશેષ લાગણી થઈ રહી છે અને તેમના માટે કંઈક કરવાની ઈચ્છા છેલ્લા કેટલાક સમયથી થઈ રહી હતી. આજે મારા પુત્ર વત્સલના એસએસસી બોર્ડમાં 98 પર્સનટાઈલ જેટલા સારા ગુણાંક આવતા વિશેષ ખુશી થઈ હતી. સૈનિકો માટે કંઈક કરવાથી સારી ખુશી કઈ રીતે વ્યક્ત થાય જેથી મારા પુત્ર વત્સલ મારફત સૈનિક કલ્યાણ ફંડનો ચેક કલેક્ટરને આપવામાં આવ્યો હતો. અહી ઉલ્લેખનીય છે કે યોગેશ રાણા હાલ નવસારી જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ છે.