31 May 2017

ઓનલાઇ દવાના વેચાણના વિરોધમાં નવસારીના મોટાભાગના મેડિકલ બંધ


સરકારની કેટલીક નીતિઓના વિરોધમાં નવસારી પંથકની મોટાભાગની દવાની દુકાનો આજે મંગળવારે બંધ રહી હતી. ઈમરજન્સી સેવા આપવા માટે પાંચ જેટલા મેડિકલ સ્ટોર કાર્યરત રહ્યા હતા.

દવાના વેપારીઓએ સરકારની કેટલીક નીતિઓનો વિરોધ કર્યો છે તથા કેટલીક માગો કરી છે. જેમાં ગેરકાયદે ઓનલાઈન વેચાણ ઉપર તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. દવા ભાવ નિયંત્રણ નીતિમાં પ્રજાલક્ષી અભિગમની માગ કરી છે. એકને ગોળ અને બીજાને ખોળ જેવી વેપારી વિરોધી ભેદભાવભરી નીતિમાં પણ બદલાવની માગ કરી છે. આવા અનેક કારણોસર કેમિસ્ટોએ આજે 30મીએ બંધનું એલાન કર્યું હતું.

બંધના એલાનને પગલે આજે નવસારી પંથકની મોટાભાગની દવાની દુકાનો બંધ જોવા મળી હતી. નવસારી વિભાગ કેમિસ્ટ એસો.ના પ્રમુખ દેવાંગ શાહે જણાવ્યું કે નવસારી પંથકમાં બંધને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે. નવસારી અને તેની આસપાસનો વિસ્તાર મળી 165 મેડિકલ સ્ટોર છે ત્યારે તેમાંના મોટાભાગના બંધ રહ્યા હતા.