6 June 2017

નવસારીમાં સૂકા-ભીના કચરા અંગે પ્રતિજ્ઞા લેવડાવાઈ


નવસારી નગરપાલિકાના પ્રમુખ અલકાબેન દેસાઈ તથા ચીફ ઓફિસર રમેશભાઈ જોષી જણાવે છે કે નવસારી પાલિકા દ્વારા 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઘનકચરાના વર્ગીકરણ અંગેની પ્રતિજ્ઞા સમારોહ તેમજ ડસ્ટબીન વિતરણનો કાર્યક્રમ શાંતાદેવી રોડ સ્થિત વિદ્યાભારતી સ્કૂલના પટાંગણમાં યોજાયો હતો.

સમારોહમાં ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, માજી પ્રમુખ ભગવાનદાસ પાંચોટીયા, કરસનભાઈ ટીલવા, સેનેટરી કમિટીના ચેરમેન રાજુભાઈ પટેલ, નગરસેવકો તેમજ શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત 250 મિલકતધારકોને ભુરા અને લીલા રંગના ડસ્ટબીનો વિતરણ કરાયા હતા. ભીનો અને સૂકો કચરો અલગ રાખવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામા આવી હતી.