6 June 2017

નવસારીમાં કલાઈમેટ ચેંજ પ્રદર્શનમાં કાગડા ઊડ્યા


નવસારીમાં યોજાયેલા કલાઈટ ચેંજ વિભાગ દ્વારા યોજાયેલા ત્રિ દિવસીય લોકજાગૃતિ પ્રદર્શનમાં રીતસર કાગડા ઉડ્યા હતા. ખુબ ઓછા લોકોએ પ્રદર્શન નિહાળ્યાની જાણકારી મળી છે.

નવસારી નાગતલાવડી ખાતે આવેલી સ્થાનકવાસી જૈન વાડીમાં 3જીથી 5મી જૂન સુધી ત્રિદિવસીય કલાઈમેટ ચેંજ અંગે લોકજાગૃતિ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. ભાસ્કરના રિપોર્ટરે જ્યારે પ્રદર્શનની મુલાકાત લીધી ત્યારે આંગળીના વેઢે ગણાય એટલા લોકોજ જોવા મળ્યા હતા. જ્યારે વિઝટર બુક ચેક કરી તો તેમાં પણ માત્ર 12 લોકોની સહી હતી.કલાઈમેટ ચેંજ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા આયોજિત પ્રદર્શન વિનામૂલ્યે રાખવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં સૌરઉર્જા, કલાઈમેટ ચેંજની અસરો, કલાઈમેટ ચેંજ અંગે આયોજનો વગેરેની માહિતી આપવામાં આવી હતી. હાલના સમયમાં કલાઈમેટ ચેંજ એક મહત્ત્વનો વિષય છે તેમ છતાં નવસારીના પ્રદર્શનમાં ખુબ પાંખી હાજરી રહી હતી. સોમવારે પ્રદર્શન પૂર્ણ થવાના સમય અગાઉ 4 વાગ્યા સુધીમાં પ્રદર્શનની વિઝીટ બુકમાં માંડ 12 જણાંની સહી હતી.

નવસારીના ધારાસભ્યે મહત્તા સમજી પણ
હાલના ગ્લોબલ વોર્મિંગના સમયમાં કલાઈમેટ ચેંજ સૌથી મહત્ત્વનો વિષય છે. આખુ વિશ્વ અંગે ચિંતિત છે. સૌથી મહત્ત્વની બાબત તો છે કે અહીંના નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ પણ વિષયની મહત્તા સમજી હતી અને 3જી જૂનના રોજ પ્રદર્શનનું ઉદઘાટન ખુદ ધારાસભ્ય કર્યું હતું અને વિઝીટર બૂકમાં સારી નોંધ પણ લખી હતી. આમ છતાં ઉદઘાટન ટાણે થોડા લોકો આવ્યા બાદ પ્રદર્શનમાં ખાસ હાજરી રહી હતી.

પ્રદર્શનની જાહેરાત ઓછી થઈ હતી
કલાઈમેટ ચેંજ અંગેના ગુજરાત સરકારના જાગૃતિ પ્રદર્શનમાં ઓછી હાજરીએ અનેક પ્રશ્નાર્થો સર્જ્યા છે. જાગૃતિ પ્રદર્શનની બિલકુલ જાહેરાત થઈ હતી એવું પણ નથી. નવસારી શહેરમાં કેટલીક જગ્યાએ પ્રદર્શન અંગેના હોર્ડિગ્સ પણ લાગ્યા હતા. જોકે આમ છતાં કેટલાકનું કહેવું હતું કે પૂરતી જાહેરાત થઈ હતી. પેમ્ફલેટો, બેનરો વગેરે મારફત થોડી વધુ જાહેરાતો કરવામાં આવી હોત તો મહત્ત્વના વિષયના પ્રદર્શનનો વધુ લોકો લાભ લઈ શકતે !