15 June 2017

પારસીઓ ઘી-ખીચડીથી મેઘરાજાને રિઝવે છે


ભારતમાં કુદરતને ખુશ કરવાની દરેક ધર્મની અનોખી પરંપરા પૂર્વજોથી ચાલી આવી છે. આમ નવસારી પારસી સમાજ વર્ષોની પ્રથા મુજબ પવિત્ર બહેમન મહિનાના રોઝદિનની ઉજવણી આનંદ-ઉલ્લાસભેર કરી વરસાદને રીઝવવાની પરંપરાની નવસારીમાં ઉજવણી કરવામાં આવી રહી છે.

પારસી સમાજ ગુજરાત રાજ્યના સંજાણ બંદરે આગમન કરી દુધમાં સાકરની જેમ ભળી ગયા. પારસી ધર્મમાં બહેમન મહિનો પવિત્ર કહેવાય છે. માસમાં પારસીઓ માંસ-માછલીનો ત્યાગ કરી શાકાહારી ભોજન કરે છે. પારસી સમાજમાં બહેમન મહિનાનું પવિત્ર મહિના તરીકે મહત્ત્વ છે. પારસી ધર્મમાં બહેમન માસના રોઝ દિન સૌથી પવિત્ર દિન કહેવાય છે.

વરસાદી ગીત ગાય દાળ-ચોખા અને ઘી ઉઘરાવી ખીચડીનું સામૂહિક ભોજન કરે છે
દરેક જ્ઞાતિ ધર્મજનો મારફતે વરસાદને રીઝવવાની અનોખી પરંપરા આવી રહી છે ત્યારે નવસારી પારસી સમાજ દરેક જ્ઞાતિ ધર્મજનો મારફતે વરસાદને રીઝવવાની અનોખી પરંપરા ચાલી રહી છે ત્યારે નવસારી પારસી સમાજે વરસાદ રીઝવવાની શરૂઆત 1959 વર્ષમાં પડેલા દુકાળનાં સમયથી આરંભ કર્યો હતો, ત્યારથી ઘી ખીચડીનો કાર્યકમ યોજી મેઘરાજાને રીઝવે છે. દિને પારસી સમાજના બાળકો અને પુરુષો સમાજના દરેક ઘરે ઘરે ફરી અનાજોનું (દાળ, ચોખા, ઘી, અને તેલ) ઉઘરાણું કરી એક સાથે ભોજન કરે છે તથા દિનને ઘી-ખીચડીનો દિન તરીકે ઓળખાય છે તેમજ વરસાદને રીઝવવા પારસી લોકગીત ઘી ખીચડીનો પૈસો દોઢિયાનો રૂપિયો વરસાદજી તો આયેગાનું ગીત ગાય દાળ-ચોખા અને ઘી ઉઘરાવી ખીચડીનું સામૂહિક ભોજન કરે છે. વરસાદની પધરામણી સમયસર થાય તેના માટે પારસી પોતાની ધાર્મિક માન્યતા પ્રમાણે ઉજવણી કરીને સમગ્ર માનવજાતના કલ્યાણનો સંદેશો આપી રહ્યા છે.