19 June 2017

નવસારીનું સરબતીયા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય

ગંદકીથી ખદબદી રહેલું નવસારી શહેરનું સરબતીયા તળાવ. તસવીર- ભદ્રેશ નાયક

નગરપાલિકા જે તળાવનાં બહારના ભાગને લાખો રૂપિયાનાં ખર્ચે ટીપટોપ કરનાર છે નવસારીના સરબતીયા તળાવને કેટલાક શહેરીજનો કચરો ફેંકી ગંદુ કરે છે.

નવસારી નગરપાલિકા સરકારની આગવી ઓળખની ગ્રાંટ અંતર્ગત શહેરનાં ત્રણ તળાવોનો વિકાસ કરવા જઇ રહી છે.આ ત્રણ તળાવોમાં દુધિયાતળાવ,થાણા તળાવ ઉપરાંત લુન્સીકુઇ વિસ્તારમાં આવેલ સરબતીયા તળાવનો પણ સમાવેશ થાય છે.સરબતીયા તળાવનાં બહારના ભાગને પાલિકા લાખો રૂપિયાનાં ખર્ચે વિકાસ કરવા જઇ રહી છે પરંતુ હાલમાં તળાવનો અંદરનો ભાગ કચરાથી ગંદકીયુક્ત થઇ ગયો છે.

નવસારીના સરબતીયા તળાવમાં કચરો જોવા મળી રહયો છે.ખાસ કરીને ખાદ્યચીજો જોવા મળે છે.આમ તો નગરપાલિકા સરબતીયા તળાવની સુરક્ષા માટે ફેન્સીંગ કરેલ છે.આમ છતાં તેમાં કેટલાક લોકો કચરો ફેંકે છે.જેના કારણે શહેરનું નયનરમ્ય તળાવ ગંદકીયુક્ત થઇ રહેલ છે.નગરપાલિકા તળાવની સુરક્ષા માટે તથા સ્વચ્છતા માટે પ્રયત્નો કરે છે.પરંતુ કેટલાક શહેરીજનો પોતાની ફરજ ભૂલી તળાવમાં ગંદકી ફેલાવી રહયા છે.પાલિકા આગામી દિવસોમાં જ્યાં તળાવના કિનારાનાં ભાગને ટીપટોપ કરવા જઇ રહી છે.ત્યારે તળાવનાં અંદરના ભાગને પણ સ્વચ્છ રાખવા પાલિકાને શહેરીજનો સહકાર આપે જરૂરી છે.