19 June 2017

નવસારી પાલિકા 35 કરોડના દેવામાં ગરક

દુધિયા તળાવમાં ઠલવાયેલ સિંચાઇ વિભાગનું પાણી. તસવીર- ભદ્રેશ નાયક 

છેલ્લા ઘણાં વરસોથી પાણી પૂરા પાડતા સિંચાઇ વિભાગને નવસારી પાલિકા પાણીનો ચાર્જ પૂરતો ન ચૂકવતા પાણીનું દેવું 35 કરોડ રૂપિયાને આંબી ગયું છે.

વર્ષો અગાઉ નવસારી શહેર પીવાનાં પાણી માટે વગોવાનું હતું.મહત્તમ પાણીના બોર યા સ્ત્રોત ખારા નીકળતા હતાં.આ બાબતને ધ્યાને લઇ અહીંની નગરપાલિકાએ મધુર પાણી યોજના અમલી કરી હતી.સને 1998-99માં વર્ષોથી અમલી બનાવાયેલ પાણી યોજના અંતર્ગત કાકરાપાર કેનાલનું પાણી નવસારીનાં દુધિયાતળાવમાં (અને બાદમાં દેસાઇ તળાવ પણ) ઠાલવી પાણી ફિલ્ટર કરી શહેરીજનોને પૂરું પાડવામાં આવે છે.સિંચાઇ વિભાગ પાલિકાને જે પાણી આપે છે તે માટે પાલિકાએ દર મહિને નિર્ધારિત કરાયેલ નાણાં ચૂકવવાનું નક્કી કરાયું હતું.

યોજનાને આજે 18-19 વર્ષ થયા છે ત્યારે અહીંની પાલિકાએ સિંચાઇ વિભાગને પાણીના નાણાં રેગ્યુલર પૂરતા ચૂકવતા બાકી નાણાં (દેવા)ની રકમ કરોડો રૂપિયા થઇ ગયાની જાણકારી મળી છે.

અંગે મળતી માહિતી મુજબ નવસારીનાં દુધિયાતળાવમાં જે પાણી અપાયું છે તેની કુલ રકમ 27.49 કરોડ રૂપિયા ઉપર પહોંચી છે.જેમાં વ્યાજ 16.28 કરોડ રૂપિયા છે.આ ઉપરાંત અન્ય એક તળાવ જલાલપોરનું દેસાઇ તળાવમાં નહેરનું જે પાણી ઠલવાયું છે તેની બાકી 8.02 કરોડ રૂપિયા થઇ છે.જેમાં પણ વ્યાજ 3.26 કરોડ છે. બંને તળાવમાં ઠલવાયેલ પાણીની બાકી 35.52 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

અહીં ઉલ્લેખનીય છે કે,ભૂતકાળમાં કેટલાક વર્ષો તો પાલિકા નહિવત નાણાં ચૂકવતી હતી.જોકે છેલ્લા કેટલાક સમયથી નાણાં ચૂકવી રહી છે.જોકે સિંચાઇ વિભાગનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મહિનાનું સરેરાશ બીલ જ્યાં 20 લાખ રૂપિયાનું બને છે ત્યાં પાલિકા સરેરાશ 10 લાખ રૂપિયા (અડધા જ) ચૂકવી રહેલાનું જાણવા મળે છે.

નાણાંની વસૂલાતમાં સિંચાઇ ખાતું નિષ્ફળ 
નવસારી પાલિકા પાસે કરોડો રૂપિયાની બાકી સિંચાઇ વિભાગની છે ત્યારે તે વસૂલાત સિંચાઇ વિભાગના અંબિકા ડીવીઝને પ્રયત્નો કર્યા નથી એવું પણ નથી.સમયાંતરે બાકી નાણાં માટે નોટિસો આપ્યા બાદ થોડા સમય અગાઉ પાલિકાને રાજ્યકક્ષાએથી જે ગ્રાંટ મળે છે.તેમાંથી નાણાં વસૂલવા પણ પ્રયત્ન કર્યા હતાં પરંતુ તેમાં સિંચાઇ વિભાગને સફળતા મળી હતી.અંબિકા ડીવીઝનનાં કાર્યપાલક ઇજનેર આર.એમ. પટેલે જણાવ્યું કે,અમે બાકી નાણાં માટે નોટિસો તો નવસારી પાલિકાને આપીએ છીએ.