26 June 2017

નવસારી ગાર્ડા કોલેજમાં પ્લેસમેન્ટ કાર્યક્રમમાં 7 ઉમેદવારની પસંદગી


એસ.બી. ગાર્ડા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ચેન્નાઈ ખાતેની ફાર્માસ્યુટીકલ્સ કંપની Nouveau Medicament દ્વારા વર્ષનો બીજો ભરતીમેળો યોજવામાં આવ્યો હતો.

ભરતીમેળામાં ટીવાયબીએ, ટીવાય બીકોમ અને એમકોમના 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કંપનીના ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સેલ્સ ઓફિસર સમીર દેસાઈ તથા ગુજરાતના સેલ્સ ઓફિસર અમીત સતપથી દ્વારા વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. સૌ પ્રથમ 10-10નું ગ્રુપ પાડી એક વિષય પર ગ્રુપ ચર્ચા કરી વિદ્યાર્થીઓની કોમ્યુનિકેશન સ્કીલની ચકાસણી કરવામાં આવી હતી.

તે પૈકી સફળ થયેલા 12 ઉમેદવારોને કંપનીની પ્રોડકટ વિશે અંગ્રેજીમાં લખાણ આપવામાં આવ્યું હતું. તે વાંચીને બંને અધિકારી સમક્ષ પ્રેઝન્ટેશન કરવાનું કહેવામાં આવ્યું હતું. પરીક્ષામાં સફળ થયેલા 7 ઉમેદવારોની પસંદગી કરાવવામાં આવી હતી.