26 June 2017

નવસારીમાં અનેક વીજકંપનીના ડી.પીની વોલ ખુલ્લી

નવસારીમાં ડીપીની તુટેલી ફેન્સીંગ વોલ. તસવીર-ભદ્રેશ નાયક

નવસારીમાં વીજકંપનીની ડી.પી.નજીક સુરક્ષા માટે લગાવેલ ફેન્સીંગ વોલ અનેક જગ્યાએ તૂટી છે. ફેન્સીંગ તૂટતા ડી.પી. ભયજનક બની છે.

લોકોને વીજપુરવઠો પહોંચાડવા માટે નવસારીમાં પણ વીજકંપનીએ ઠેરઠેર વીજલાઇનો નાંખી છે. વીજલાઇનોની સાથે વીજપોલ પણ ઉભા કર્યા છે. અનેક જગ્યાએ વીજકંપનીએ ડી.પી પણ ઉભી કરી છે. ભૂતકાળમાં વીજ ડી.પી ફરતે ફેન્સીંગ દિવાલો હતી, જોકે થોડા વર્ષ અગાઉ દક્ષિણ ગુજરાત વીજકંપનીએ ડી.પીની ફરતે ફેન્સીંગ વોલ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

નિર્ણય અંતર્ગત શહેરભરમાં ડી.પીની ફરતે ફેન્સીંગ વીજકંપનીએ ઉભી કરી હતી. ફેન્સીંગ વોલ ઉભી કરવાનું કારણ સુરક્ષા હતુ. જોકે કેટલાક સમયથી ડી.પી ફરતેની લાકડાની ફેન્સીંગ તૂટી ગઇ છે. એક બે નહીં પરંતુ અનેક જગ્યા વોલ તૂટી છે. વોલ તૂટી જતા ડી.પી ખૂલ્લી થઇ છે, જેથી ડી.પી ભયજનક બની છે.