5 July 2017

સ્ટેટ બેડમીન્ટન ચેમ્પીયનશીપમાં નવસારીનું ગૌરવ વધારતી ઉદવીના


ગુજરાત સ્ટેટ બેડમીન્ટન એસો.દ્વારા ચાલુ સાલ 2017ની ગુજરાત સ્ટેટ બેડમીન્ટન ચેમ્પીયનશીપ મહેસાણા ખાતે તેમજ 4થી ગુજરાત સ્ટેટ બેડમીન્ટન ચેમ્પીયનશીપ રાજકોટ ખાતે યોજાઇ હતી, જેમાં બંને સ્પર્ધામાં નવસારીની ઉદવીના ખડશે U-15 ગર્લ્સ ડબલ્સમાં તૃતીયક્રમ પ્રાપ્ત કરેલ છે.

ચાલુ વર્ષની 4 મેજર રેકિંગ સ્પર્ધામાં 3 સ્પર્ધામાં ઉદવીના ખડશેએ નવસારી જિલ્લાનું નામ રોશન કરેલ છે. સિધ્ધી બદલ ઉદવીનાને નવસારી ડીસ્ટ્રીક્ટ બેડમીન્ટન એસો.બોમી જાગીરદાર, ડો.મયુર પટેલ અને ડો.રૂસ્તમ સદરીએ શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા.