10 July 2017

નવસારીમાં નવા ન્યાયાલય ભવનનું લોકાર્પણ


નવસારી જુનાથાણા ખાતે રૂ ૧૨ કરોડના ખર્ચે નવા વધારાના જિલ્લા ન્યાયાલય ભવનનું લોકર્પણ હાઈકોર્ટના જજ જે. બી. પારડીવાલાએ, રાજ્યના કાયદો અને ન્યાય વિભાગના રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ગણદેવી ધારાસભ્ય મંગુભાઈ પટેલ, નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઈ પણ આ અવસરે ઉપસ્થિત હતા. ઉલ્લેખનિય છે કે જિલ્લા ન્યાયાલય કોર્ટ 1882માં સયાજીરાવ ગાયકવાડ દ્વારા નિર્માણ થયેલા ભવનમાં કાર્યરત છે.

હાઈકોર્ટના જજ શ્રી જે. બી. પારડીવાલાએ આ અવસરે જણાવ્યું હતું કે, નવસારી સંસ્કારી નગરી સાથે વર્ષો જુનો ખરોબો છે. એબીસીડીની શરૂઆત માટે આ કેમ્પસ સાક્ષી છે. જ્યુડીશીયલ ઓફિસરોએ કેસના નિકાલની સાથે બાર અને બેન્ચના સંબંધોને ધ્યાનમાં રાખીને પક્ષકારોને નિષ્પક્ષ ન્યાય મળી રહે તે સૌની કાળજી રાખવાની રહેશે. પક્ષકારોને કાયદાને મર્યાદામાં રહીને ઝડપી ન્યાય મળે એની પણ એટલી જ આવશ્યક્તા છે. પક્ષકારોને પારદર્શિતા સાથે ન્યાય મળી રહે એ જ ન્યાયધીશની ફરજ છે. તેમણે ન્યાય માટે પ્રમાણિક વ્યક્તિત્વ જરૂરી છે. પ્રમાણિકતા ન્યાયતંત્ર સાથે મહત્વની સંકળાયેલી બાબત છે.

કાયદો અને ન્યાય વિભાગના રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસમાં કાયદો-વ્યવસ્થા અને સલામતી મહત્વનું પાસું છે. રાજ્યમાં શાંતિ અને સલામતી વગર રાજ્યનો વિકાસ પ્રજા સુધી પહોંચી ન શકે. ગુજરાતની જનતાને સૌનો સાથ સૌનો વિકાસ સાથે સમાન ન્યાયના આધાર સાથે લોકોના ઘરઆંગણે ઝડપી ન્યાાય મળે, રાજય સરકારનો હેતુ રહેલો છે.રાજયમાં 249 તાલુકાઓમાં કોર્ટ મંજુર કરવામાં આવી છે. જેમાં 242 તાલુકાઓમાં કોર્ટ શરૂ થઇ છે. સાત તાલુકાઓમાં કોર્ટ શરૂ થશે.કાયદા મંત્રીએ રાજયમાં કાયદા વિભાગ માટે વર્ષ 2003-04 વર્ષમાં બજેટ રૂ.145 કરોડ હતું, જે વધીને આજે રૂા.1749 કરોડ થયું છે, હોવાનું પણ જણાવ્યું હતુ.

નવસારી પ્રન્સીવપલ ડિસ્ટ્રિક્ટ જજ એલ.એસ.પીરઝાદા, નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ ડી. જી. ગુપ્તા, નવસારી બાર એસોસિએશનના પ્રમુખ આર.બી.ખામકર, દક્ષિણ ગુજરાતના પોલીસ મહાનિદેશક શમશેરસિંહ, કલેકટર રવિ કુમાર અરોરા, જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.