11 July 2017

સ્ટેશન વિસ્તારનો પાણી પુરવઠો ખોરવાયો


નવસારી સ્ટેશન નજીક પૂર્વ બાજુએ પાણીની લાઈનમાં ભંગાણ પડતા બે ટાઈમ પાણી પુરવઠો ખોરવાયો હતો. ડ્રેનેજનું જોડાણ આપવાની કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું.

નવસારી પાલિકા સમગ્ર શહેરને દરરોજ બે ટાઈમ પાણી પુરું પાડે છે. માટે પાલિકા શહેરને ઝોન અને વિસ્તારોમાં વહેંચી પાણીના વિતરણની કામગીરી કરે છે. શહેરમાં રેલવે સ્ટેશનની નજીક પૂર્વ બાજુના વિસ્તાર શાંતાદેવી રોડ તથા તેની નજીકના વિસ્તારમાં બે દિવસથી પાણી પુરવઠો ખોરવાયો છે.

અંગે મળતી માહિતી મુજબ શહેરમાં સ્ટેશન નજીક પૂર્વે યોગેશ્વર વડાપાઉં સેન્ટર પાસેના એક એપાર્ટમેન્ટને ડ્રેનેજ કનેકશન આપવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન સ્ટેશન રોડ નીચેથી પસાર થતી પાણીની મેઈન લાઈન તૂટી ગઈ હતી. પાણીની મેઈન લાઈનમાં ભંગાણ પડતા ગઈકાલે રવિવારે બપોરે તો સ્ટેશન નજીકના વિસ્તારોમાં પાણી વિતરણ કરાયું હતું પરંતુ સાંજે કરી શકાયું હતું. આજ રીતે આજે સોમવારે બપોરે પણ ભંગાણને લઈ પાણી સપ્લાય સ્ટેશન પૂર્વે નજીકના વિસ્તારોમાં આપી શકાયો હતો. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે 10 હજાર લોકોનો બે સમય પાણીનો પુરવઠો ખોરવાયો હતો.

ગઈકાલે રવિવારથી પાણીના ભંગાણને ઠીકઠાક કરવા પાલિકાએ કામગીરી હાથ ધરી હતી. આજે સોમવારે પણ મુખ્ય માર્ગની વચ્ચે લાઈનના ભંગાણને ઠીક કરવા ખોદકામની કામગીરી જારી રહી હતી. પાણીની લાઈન ખુબ નીચે હોવાને કારણે ખોદકામમાં ઘણો સમય વ્યતિત થયો હતો. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે બપોરે તો પાણી પુરવઠો ખોરવાયો હતો પરંતુ મોડી સાંજે યા રાત્રે અસરગ્રસ્ત વિસ્તાર પાણી આપી શકવાની નેમ વ્યક્ત કરાઈ હતી. બે દિવસમાં એક એક ટાઈમ પાણી અપાયું પરંતુ એક-એક ટાઈમ પાણી પુરૂં પડાતા ખાસ ઉહાપોહ થયો હતો.

ટ્રાફિક પણ અસરગ્રસ્ત 
નવસારીના સ્ટેશન નજીક પૂર્વ બાજુએ મુખ્ય માર્ગ નીચેથી પસાર થતી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. ભંગાણ ઠીક કરવા રસ્તા વચ્ચે ખોદકામની કામગીરી પાલિકાએ કરવી પડી હતી. જેને લઈને મુખ્ય માર્ગના 30થી 40 ટકા માર્ગ ઉપર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. મોટા વાહનોએ તો એક બાજુએથી અવરજવર કરવી પડી હતી. આમ લાઈનના ભંગાણથી સ્ટેશન પૂર્વ બાજુનો ટ્રાફિક પણ અસરગ્રસ્ત થયો હતો.