14 July 2017

મોબાઇલ અને એલઇડીની ચોરી કરતી ટોળકી પકડાઇ

નવસારી એલસીબીએ મોબાઇલ ફોન એલઇડીની ચોરી કરતી ટોળકીને નવસારી દુધિયાતળાવ શોપીંગ સેન્ટરની જગ્યામાંથી પકડી પાડી હતી.

અ.હે.કો જયેશભાઇ તથા પો.કો આલાભાઇને મળેલ બાતમી હકીકત આધારે દુધિયા તળાવ શોપીંગ સેન્ટર નીચે આવેલ જગ્યામાં 2 આરોપીઓની તપાસ કરી હતી. તપાસ કરતા વિપુલભાઇ પેલાજ દેવી પુજક (ઉ.વ.22), ફીરોઝ મુનાફખાન પઠાણ (ઉ.વ.21) અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક, યાસમીન મહમદ પઠાણ (ઉ.વ.23) મળી આવ્યા હતા. તેમના કબજામાંથી એચટીસી કંપનીનો મોબાઇલ ફોન રૂ.2000, આઇટીઇએલ કંપનીનો ફોન રૂ.500, હુવઇ કંપનીનો મોબાઇલ ફોન રૂ.1000, પેનાસોનીકનું પ્લાઝમા ટીવી રૂ.35000, સેમસંગનું પ્લાઝમાં ટીવી રૂ.35000 મળી કુલ રૂ.73,500નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સીઆરપીસી પકડાયેલ ઇસમો વિપુલભાઇ પેલાજ દેવી પુજક, ફીરોઝ મુનાફખાન પઠાણ તથા યાસમીન મહમદ પઠાણ સામે સીઆરપીસી કલમ 41(1) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી નવસારી પો.સ્ટે તરફ મોકલવા તજવીજ કરેલ છે.