18 July 2017

કબીલપોરમાં યુકો બેંકની શાખાના ATMમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ

કબીલપોરમાં આવેલા યુકો બેંકનાં એટીએમમાંથી રાત્રીના સમયે ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો.

એટીએમ મશીનમાં ચોરીના પ્રયાસની ઘટના અંગે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવસારીને અડીને આવેલા કબીલપોરમાં ગ્રીડ રોડ ઉપર આકાશગંગા એપાર્ટમેન્ટની સામે યુકો બેંકનું એટીએમ આવેલું છે.તા.15.7.2017 નાં રોજ રાત્રીના સમયે બે અજાણ્યા શખ્શોએ એટીએમનો દરવાજો તોડી એટીએમમાંથી પૈસા કાઢવાની કોશિષ કરી હતી.તસ્કરોએ એટીએમ મશીનનો ઉપરનો ભાગ તો તોડી નાંખ્યો હતો પરંતુ નીચેનો ભાગ તોડી શક્યા હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે એટીએમ તોડવા આવેલ શખ્શોએ સૌપ્રથમ એટીએમ નજીકનાં સીસીટીવી ઉપર કાળા રંગનો સ્પ્રે મારી દીધો હતો.જોકે બહારના ફુટેજ જોતાં બે શખ્શો આવ્યાનું જણાય છે.તસ્કરો એટીએમમાંથી નાણાં કાઢી શક્યા હતા.પોલીસેઅઆ ઘટનાની તપાસમાં ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી. એટીએમ મશીનમાં ચોરીના પ્રયાસ થયો તે સમયે રાત્રે વોચમેન હતો.

બનાવ સંદર્ભે હાલ સુરત અડાજણ રહેતા અમરીશકુમાર યુગલકિશોર ભગતે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ જે.ડી.વસાવાએ હાથ ધરી છે.