26 July 2017

નવસારી પાલિકાનાં કરોડોનાં કામો ઠપ


કોન્ટ્રાકટરોની હડતાળને કારણે નવસારી પાલિકાના કરોડો રૂપિયાના ખર્ચે ચાલતા પ્રોજેકટ હાલ ઠપ થઈ ગયા છે.

નવસારી શહેરમાં પાલિકા દ્વારા અનેક પ્રોજેકટો હાલ થઈ રહ્યા હતા. કરોડો રૂપિયાના ખર્ચે ચાલતા પ્રોજેકટો અચાનક બંધ થઈ ગયા છે. અંગે મળતી માહિતી મુજબ સરકાર 1લી જુલાઈથી જીએસટીનો કાયદો લાવી છે. જીએસટીનો નવો દર રોડ કોન્ટ્રાકટર સહિતના કોન્ટ્રાકટરોને વધુ લાગ્યો છે. જેથી જૂના ટેન્ડરો જે કોન્ટ્રાકટરોએ ભર્યા હતા, તેમાં કોન્ટ્રાકટરોને નુકસાન જશે. સ્થિતિમાં કોન્ટ્રાકટરોએ ભાવફેરની માગ પણ કરી છે અને ભાવફેર મળતા 15મી જુલાઈથી સરકારી કામો અટકાવી કોન્ટ્રાકટરોએ હડતાળ પાડી દીધી છે. હડતાળની વિપરીત અસર નવસારી પાલિકાને પણ પડી છે.

નવસારી નગરપાલિકા સિટી ઈજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે કોન્ટ્રાકટરની હડતાળને કારણે નવસારી પાલિકાના અનેક કામો અટકી ગયા છે તથા કેટલાક કામોની શરૂઆત થનાર હતી તે શરૂઆત થઈ શકી નથી.

જાણીતા રોડ કોન્ટ્રાકટર રણજીત શાહે જણાવ્યું કે અમારી હડતાળ માત્ર જીએસટીના કારણે નથી. રોયલ્ટી સહિતની અનેક વણઉકેલી માગ સંતોષાતા પાડવામાં આવી છે. જોકે હાલ સરકાર સાથે ચાલી રહેલી વાતચીતમાં હકારાત્મક ઉકેલ દેખાઈ રહ્યો છે.

વિજલપોરમાં બ્લોકપેવિંગ અટવાયું 
કોન્ટ્રાકટરોનીહડતાળને કારણે માત્ર નવસારી પલિકાને નહી પરંતુ નજીકની વિજલપોર પાલિકાના કામોને પણ અસર થઈ છે. જોકે વિજલપોર પાલિકાના સિટી ઈજનેર શશી પટેલના જણવ્યાનુસાર રોડના કામો તો હાલ ચોમાસાને લઈ ચાલતા નથી પરંતુ શહેરમાં 25થી 30 લાખના બ્લોકપેવિંગના ચાલી રહેલા કામો અટકી ગયા છે. અહીં ઉલ્લેખનીય છે કે બ્લોકપેવિંગનું કામ કરનાર કેટલા કોન્ટ્રાકટરોએ જીએસટીને કારણે થનાર નુકસાનને ધ્યાને લઈ ભાવફેર આપવાની રજૂઆત પણ કરી છે.

નવસારીમાં અટવાયેલા કામો 
  • બે કરોડથી વધુના ખર્ચના બ્લોકપેવિંગના કામો. 
  • દુધિયા તળાવના બ્યુટીફિકેશનનું દોઢ કરોડથી વધુના ખર્ચનું કામ. { 3.50 કરોડના ખર્ચનું રિંગરોડનું કામ. 
  • નવસારી સ્ટેશન વિસ્તારમાં નવીન શોપિંગ સેન્ટરનું કામ. 
  • પાંચહાટડી વિસ્તારમાં શોપિંગ સેન્ટરનું કામ. 
  • વરસાદી ગટરના બેથી ત્રણ કામો. 
કોન્ટ્રાકટરોની હડતાળને કારણે અનેક કામો અટવાયા, જીએસટીના કારણે ભાવફેરની માંગણી કરવામાં આવી.