27 July 2017

અજગરવાળા બાગની સૂરત બદલાશે


નવસારી શહેરમાં અજગરવાળા બાગ તરીકે ઓળખાતા બાળ ક્રિડાંગણની પાલિકાએ સૂરત બદલવાનો નિર્ણય લીધો છે.

નવસારી શહેરમાં અનેક ગાર્ડનો છે. જેમાનો એક ચાંદની ચોક વિસ્તાર નજીક ગાર્ડન પણ છે. ગાર્ડન ઘણાં વર્ષ અગાઉ બનાવાયો હતો અને તેની ઓળખ શહેરમાં અજગરવાળા ગાર્ડન તરીકે થાય છે. ગાર્ડનનો ગેટ, ગેટનું ધાબુ સહિત કેટલોક ભાગ જર્જરિત થયો છે. સ્થિતિમાં પાલિકાએ બાગની સૂરત બદલવાનો નિર્ણય કર્યો છે. ગાર્ડનનો ગેટનો વિસ્તાર સમગ્ર બદલવામાં આવશે.

અંગે પાલિકાની ગાર્ડન કમિટીના ચેરમેન શીલાબેન દેસાઈએ જણાવ્યું કે બાળ ક્રિડાંગણ ગાર્ડનમાં ગેટ સહિતનો ભાગ બદલવાનો નિર્ણય લેવાયો છે. બાગને દક્ષિણ બાજુએ વધારવા પાર્કિંગની જગ્યા લેવાની દરખાસ્ત છે, જોકે તે અંગે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી.