27 July 2017

બનાસકાંઠા રાહત સામગ્રી રવાના કરતા નવસારીજનો


પૂરથી અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના લોકોની મદદે નવસારીના લોકો આવ્યા છે. નવસારીથી રાહત સામગ્રીની ટ્રક રવાના કરાઈ છે.

તાજેતરમાં ઉત્તર ગુજરાતના રાજસ્થાની સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લામાં ભારે પૂર આવ્યા છે. પૂરના કારણે ઘણાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ત્યાં રાહત મોકલવાની જરૂરિયાત ઉભી થઈ છે. પૂર અસરગ્રસ્ત બનાસકાંઠાની મદદે નવસારી આવ્યું છે.

નવસારીન બનાસકાંઠા યુવા સંગઠન, ડાયમંડ એસોસિએશન નવસારી, સંજયભાઈ નાયક (ભગત)ના વડપણ હેઠળ 30 હજાર ફૂડપેકેટ, 30 હજાર પાણીના પાઉચ, 500 ગરમ ધાબળા, 8 લાખ રૂપિયાનો ઘાસચારો, દવા સામગ્રી એકઠી કરવામાં આવી હતી.

બનાસકાંઠા વિભાગના યુવકો, ડો. શિરીષ ભટ્ટ, જીગીશ શાહ, સરજુ અજબાની, રાહુલ મહેતા, મુકેશ જોગાણી, અનિલ કિનારા, મુકેશ બી. શાહ, ભીમાભાઈ પટેલ, બાબુભાઈ રબારી, પરબત દેસાઈ વગેરે તથા નવસારી-વિજલપોરના લોકોના સાથ સહકારથી રાહત સામગ્રી તથા ફૂડપેકેટની વ્યવસ્થા કરી વિતરણ કરવા માટે બનાસકાંઠા તરફ લગભગ 30 સભ્યોની ટીમ રવાના થઈ ચૂકી છે.

વધારાની સામગ્રી, ફૂડપેકેટ અને દવા લઈને ડો. શિરીષ ભટ્ટની આગેવાનીમાં બીજી ટીમ પણ મોડી સાંજે રવાના થઈ ચૂકી છે. પહેલી ટીમને ભૂરાભાઈ શાહ, પરેશ ચોકસી, જયેશ કાલીયાવાડી વગેરે આગેવાનોએ લીલીઝંડી આપી શુભેચ્છા પાઠવી હતી.