29 July 2017

નવસારીમાં પૂરગ્રસ્તોની સહાયમાં મહાવીરનગર જૈન સંઘના યુવાનો


પૂર્ણા નદીમાં પાણીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઝૂંપડપટ્ટીના લોકોની સહાયમાં શ્રી મહાવીર સોસાયટી જૈન સંઘના યુવાનો ખીચડી લઈને પહોંચી ગયા હતા. ભાઈ-બહેનો, બાળકોને ભોજન કરાવ્યું હતું.

જૈનાચાર્ય હંસકીર્તિસૂરિજી, મુનિ હંસબોધીવિજયજી, પંન્યાસ રાજરક્ષિતવિજયજીએ કહ્યું કે પ્રભુ મહાવીરની કરૂણાના ધાવણ પીનારો જૈન દુ:ખીઓના દર્શને કેમ જોઈ શકે ! સાધના કાળમાં પોતાનું વસ્ત્ર ગરીબ બ્રાહ્મણને આપીને મહાવીર સ્વામીએ સંદેશો આપ્યો છે કે દાન આપવામાં ક્યારેય કચાશ રાખતા નહીં. પ્રભુ મહાવીરનો સંદેશે જૈનોએ સારી રીતે જીવનમાં ઉતાર્યો છે. જ્યારે જ્યારે અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ થઈ, ધરતીકંપ કે સુનામીની આપત્તિ આવી ત્યારે જૈનશ્રેષ્ઠીઓએ ધનના ભંડાર ખુલ્લા મુક્યા છે.