30 July 2017

ગરનાળા પાસે પાણી ભરાતાં રેલવે અંડરબ્રિજ સામે સવાલ


નવસારીમાં પ્રકાશ ટોકીઝ વિસ્તારમાં ગરનાળા પાસે રેલવે અંડરબ્રિજ બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. તે વિસ્તાર પાણીમાં ગરક થઈ જતા અંડરબ્રિજ બનાવી શકાશે કેવી રીતે બનાવશે તેવો પ્રશ્ન ઉભો થયો છે. વર્ષોથી લોકોને સ્ટેશન વિસ્તારમાં પડતી ટ્રાફિક સમસ્યા અને ભવિષ્ય્રમાં એક પણ રેલવે ફાટક નહીં હોય તેને ધ્યાનમાં રાખી અંડરબ્રિજ બનાવવાનું સરકાર દ્વારા આયોજન કરાયું છે. હવે લોકોનું સ્વપ્ન ક્યારે સાકાર થશે અંગે પણ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

નવસારીમાં કેન્દ્ર સરકારની 50 ટકા અને રાજ્ય સરકારની 50 ટકાની ગ્રાંટ મેળવી નવસારી શહેરના પૂર્વ તથા પશ્ચિમ વિભાગને જોડતો રેલવે અંડરબ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા કામગીરી માટે રૂ. 17.50 કરોડની ગ્રાંટ ફાળવી દેવામાં આવી છે. તો કેન્દ્ર સરકાર પણ તે કામગીરી શરૂ થયા બાદ ગ્રાંટ આપશે. ઉપરાંત રેલવે અંડરબ્રિજ બનાવવા માટેનો એકશન પ્લાન પણ ઘડી કઢાયો છે પરંતુ હાલ લોકોમાં પ્રશ્ને ભારે ચર્ચા જગાવી છે કે જે જગ્યાએ અંડરબ્રિજ બનાવવાની વાત છે ત્યાં તો ચોમાસામાં વરસાદ પડતા પાણી ભરાય જાય છે. અધુરામાં પુરુ જો પૂર્ણા નદીમાં રેલ આવે તો પણ વિસ્તારમાંં રેલના પાણી ફરી વળે છે. આવા સંજોગોમાં રેલવે અંડરબ્રિજ અહીં બનાવવા અંગે સવાલ ઉભા થયા છે. રેલવે અંડરબ્રિજમાં પાણી નહીં ભરાય શું ચોમાસામાં પણ તે લોકોપયોગી બની રહેશે પૂરનું પાણી તેમાં ભરાતા અટકાવી શકાશે ખરું આવા સવાલો હાલ ઉભા થયા છે. બીજી તરફ વિસ્તારમાં વહેલી તકે ટ્રાફિક સમસ્યા દૂર કરવા લોકમાગ વધી રહી છે ત્યારે લોકોની આશા ઉપર પાણી ફરી વળશ. લોકોપયોગી રેલવે અંડરબ્રિજ બનાવવામાં સફળ રહેશે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

હાલ એસ્ટીમેટ બનાવાય રહ્યો છે 
અંડરબ્રિજનીકામગીરી માર્ગ મકાન વિભાગને સુપરત થઇ છે. અંગે હાલ એસ્ટીમેટ બનાવાય રહ્યો છે. આગામી સમયમાં વધુ સ્પષ્ટતા કરી શકાશે. અંડરબ્રિજમાં પાણી ભરાય અથવા પાણી નીકળી જાય તે માટે આયોજન થઇ રહ્યું છે. - જે.જી.ખેર, એક્ઝિ.ઈજનેર, માર્ગ મકાન વિભાગ

રેલવે ગરનાળામાં પાણી , ફાટક પર ટ્રાફિકજામ 
રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાય જાય તો પણ વાહનવ્યવહાર શક્ય થતો નથી. જેથી રેલવે ફાટક પરથી વાહનચાલકોએ પસાર થવુ પડે છે. હાલ પણ વરસાદી પાણી તથા પૂરને કારણે ગરનાળામાં પાણી હોવાથી લોકોએ રેલવે ફાટક પાસે કલાકો સુધી ટ્રાફિકજામને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેના કારણે તાત્કાલિક ધોરણે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવી લોકોની હાલાકિ દૂર કરવા સેવા સંસ્થા અધ્યક્ષ કનુભાઈ સુખડીયાએ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

કામગીરી માર્ગ મકાન વિભાગને સોંપાય 
અંડરબ્રિજનીકામગીરી હવે માર્ગ મકાન વિભાગને પાસ કરી દેવાઈ છે. ઓવરબ્રિજની ડિઝાઈનમાં ફેરફારો કરાતા રહ્યા અને વર્ષો બાદ હવે છેલ્લે રેલવે અંડરબ્રિજ બનાવવા ઉપર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે, તેમ છતાં હજી પણ અવઢવ ઉભી થઈ છે. ચોમાસા દરમિયાન ગરનાળામાં પાણી ભરાય છે ત્યારે અંડરબ્રિજમાં પાણી ભરાવાની શક્યતા દેખાઇ રહી છે.