18 August 2017

નવસારી રેલવે સ્ટેશને સ્વચ્છતા અભિયાન


નવસારી રેલવે સ્ટેશને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. નવસારી રેલવે સ્ટેશને પશ્ચિમ રેલવેના અન્ય અનેક સ્ટેશન કરતા સાફસફાઈ સારી છે અને સ્વચ્છ છે. જેના થકી નવસારી રેલવે સ્ટેશનને સ્વચ્છતાના એવોર્ડ પણ ભૂતકાળમાં મળી ચૂક્યા છે. જોકે હાલ ઝૂંબેશ સ્વરૂપે સ્ટેશને સ્વચ્છતાની કામગીરી હાથ ધરાઈ છે.

મળતી માહિતી મુજબ રેલવે સ્ટેશનોએ 16થી 31 ઓગસ્ટ દરમિયાન સ્વચ્છતા અભિયાનની કામગીરી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત અંતર્ગત નવસારી રેલવે સ્ટેશને સફાઈની કામગીરી ઝૂંબેશરૂપે શરૂ કરવામાં આવી છે. સફાઈની કામગીરી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરાંત પાર્કિંગ, ગાર્ડન સહિત રેલવે પરિસરમાં કરવામાં આવી રહી છે.

સફાઈની કામગીરીમાં રેલવે માસ્તર એન.સી. સેન સહિત બુકિંગ, પીડબલ્યુડી વગેરેનો સ્ટાફ જોતરાયો છે. ઉપરાંત સંત નિરંકારી બાબાના સંપ્રદાયના 20 જેટલા સ્વયંસ્વકો પણ સેવા આપી રહ્યા છે.