12 August 2017

નવસારીના શોપિંગ સેન્ટરમાં આગથી દોડધામ


નવસારીમાં ટેકનિકલ સ્કૂલ સામે આવેલા શોપિંગ સેન્ટરમાં બેઝમેન્ટ પાર્કિંગમાં શુક્રવારે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગમાં ત્રણેક સ્કૂટર સ્વાહા થઈ ગયા હતા.

નવસારીમાં દુધિયા તળાવ નજીક આવેલી ટેકનિકલ સ્કૂલ સામે સિટી સેન્ટરના નામે શોપિંગ સેન્ટર છે. હાલમાં સિટી સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહી કેટલીક દુકાનો ચાલુ થઈ ગઈ છે તથા ટ્યૂશન કલાસ પણ ચાલે છે. સિટી સેન્ટર બિલ્ડિંગમાં પાર્કિંગ બેઝમેન્ટમાં છે. જ્યાં આજે શુક્રવારે સવારે ટ્યૂશનમાં આવેલા વિદ્યાર્થીઓએ બાઈક, સ્કૂટરો પાર્ક કર્યા હતા. સવારે 7 વાગ્યાના અરસામાં બેઝમેન્ટ પાર્કિંગમાંથી ધુમાડો આવવાનુ શરૂ થયો હતો. પાર્કિગમાં સ્કૂટરમાં લાગેલી આગ ત્યાં પહોંચેલા વિદ્યાર્થીએ જોઈ હોવાનું જાણવા મળે છે. આગ લાગ્યાની ખબર પડતા તુરંત નવસારી પાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરાતા ત્રણેક બંબા સ્થળ ઉપર આવી ગયા હતા. બેઝમેન્ટમાં ત્રણેક સ્કૂટર આગની લપેટમાં આવી જતા ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા. બેઝમેન્ટમાં આગ હોવા છતાં ધુમાડો ત્રીજા માળ સુધી પ્રસરી ગયો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ ઉપર અડધાથી પોણો કલાક કામગીરી કરી આગને કાબૂમાં લીધી હતી. જોકે દરમિયાન ત્રણેક સ્કૂટર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા હતા. અન્ય એક-બે સ્કૂટરને સાધારણ નુકસાની થઈ હતી.

સદનસીબે અનેક સ્કૂટરો આગની લપેટમાં આવેલા સ્કૂટરોથી દૂર પાર્ક કર્યા હોય બચી ગયા હતા. બેઝમેન્ટની મોટાભાગની દિવાલો ધુમાડાથી કાળી થઈ ગઈ હતી. આગનું કારણ સ્કૂટરમાંથી આગ ભભૂકી હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. ઈલેકટ્રીક સર્કિટો મોટાભાગની બચી જતા શોટસર્કિટથી આગ લાગવાની ઓછી શક્યતા છે. બિલ્ડિંગ મુખ્ય માર્ગને અડીને હોય ઘટના બનતા મોટો લોકસમૂહ સ્થળ ઉપર ભેગો થઈ ગયો હતો. ધારાસભ્ય પિયુષ દેસાઈ પણ સ્થળ ઉપર આવી ગયા હતા. સદનસીબે જાનહાનિ થઈ હતી. નુકસાનીનો ચોક્કસ આંક જાણી શકાયો નથી.

સિટી સેન્ટરના બેઝમેન્ટ પાર્કિંગમાં આગ લાગતા ટ્યૂશનમાં આવેલા વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગ બૂઝાવવા આવેલા ફાયરબ્રિગેડના જવાનોએ પણ વિદ્યાર્થીઓ સહીસલામત રહે અને હાનિ થાય તેની પૂરી તકેદારી રાખી કામગીરી કરી હતી. જોકે કેટલાક વિદ્યાર્થીઓના મોં ધુમાડાની મેશથી કાળા થઈ ગયાનું જાણવા મળે છે. ચારથી પાંચ વિદ્યાર્થીઓ દોડધામથી દાદર ઉપર પડી પણ ગયા હતા. જોકે લિફટ ચાલુ હોત તો લિફટ આગની લપેટમાં આવવાની શક્યતા હતી અને તેમાં સવાર વિદ્યાર્થીઓને હાનિ થવાની શક્યતા હતી, જે સદનસીબે થઈ હતી.


નવસારી ટેકનીકલ સ્કૂલ સામે આવેલા સિટી સેન્ટર બિલ્ડિંગના બેઝમેન્ટમાં ભભૂકેલી આગમાં સ્કૂટરો બળી ગયા હતા.આ આગનો ધુમાડો બિલ્ડીંગના ત્રીજા માળ સુધી ફલાયો હતો. હીં ચાલતા ટયૂશન ક્લાસના વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો.