2 August 2017

આશાવર્કર બહેનોનું કલેકટરને વિવિધ માગણી સંદર્ભે આવેદન


નવસારીમાં આશાવર્કર બહેનો પોતાની કેટલીક માંગણીઓ સંતોષાય તે બાબતનું ધ્યાન દોરવા નવસારી જિલ્લા કલેકટર, આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે માંગણીઓ સંતોષવા અનુરોધ કર્યો છે. જો તેમ નહીં થાય તો આશાવર્કર બહેનો તમામ આરોગ્યની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

નવસારીમાં આશાવર્કર બહેનોનું કલેકટરને વિવિધ માગણી સંદર્ભે આવેદન
નવસારી જિલ્લામાં આશાવર્કરોનું આરોગ્ય ક્ષેત્રમાં ખુબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે પરંતુ આ આશાવર્કર બહેનો છેલ્લા ઘણાં સમયથી વિવિધ માંગણીઓ કરી રહી છે. જેનો આજદિન સુધી સ્વીકાર કરવામાં આવ્યો નથી. આ માંગણીઓ અંગે અગાઉ પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેની કોઈ અસર જોવામાં આવી ન હતી. રાજ્ય સરકારમાં આશાવર્કર બહેનોનું મહેનતાણુ વધારવા રજૂઆત કાને ધરવામાં આવી ન હોવાથી આખરે સૌ આશાવર્કર બહેનોએ આજે ભેગા મળી નવસારી જિલ્લા કલેકટર, આરોગ્ય અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી વગેરેને એડવોકેટ અને સામાજિક કાર્યકર પ્રદીપ ગડઅંકુશની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.