6 August 2017

ડેપો સામે રોડ પરના ખાડાથી વાહનચાલકો પરેશાન


નવસારીમાં એસટી ડેપોથી ચારપુલ તરફ જતા રોડ પર એસટી ડેપો સામે પડેલા મસમોટા ખાડાથી વાહનચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. પાલિકા દ્વારા વરસાદી માહોલ શાંત થવા છતાં રોડ પર પડેલા ખાડા પુરવાની તસદી નહીં લેતા લોકોએ હાડમારી વેઠવાનો વારો આવ્યો છે.

નવસારીમાં ડેપોથી ચારપુલ તરફ જતા રોડ ઉપર એસટી ડેપોમાં એન્ટ્રી પહેલા રોડ પર એસટી ડેપોમાં એન્ટ્રી પહેલા રોડ ઉપર પડેલા ખાડા વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. ખાડાઓને કારણે અકસ્માતની ઘટના બને તેવી શક્યતા પણ ઉભી થઈ છે. બીજી તરફ રસ્તો વાહનોથી ધમધમતો રહે છે ત્યારે લોકો માટે ત્યાંથી પસાર થવું દુષ્કર બની ગયું છે. નવસારીમાં ભારે વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ભરાતા રોડ ઉપર ખાડા પડી ગયા હતા.

છેલ્લા કેટલાક દિવસથી નવસારીમાં વરસાદ શાંત પડ્યો છે અને ઉઘાડ છે તેમ છતાં પાલિકા સત્તાધિશો રસ્તા ઉપર પડેલ મસમોટા ખાડાઓ પૂરવા માટે જાણે કોઈ અઘટિત ઘટનાની રાહ જોતા હોય તેવું જણાય રહ્યું છે. પાલિકા સત્તાધિશો રોડ ઉપર પડેલા ખાડાનું પુરાણ કરાવી દે તેવી વાહનચાલકો અપેક્ષા રાખી રહ્યા છે પરંતુ નવસારી પાલિકા સત્તાધિશોને હાલ રોડ પર પડેલા ખાડાઓ પુરવા કોઈ કાર્યવાહી કરી નથી. જો વહેલી તકે રસ્તા પર પડેલા ખાડા નહીં પુરાય અને તેની મરામત નહીં થાય તો જનાક્રોશનો ભોગ પાલિકા શાસકોએ બનવું પડે તેવી શક્યત જણાઈ રહી છે.