11 August 2017

મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસની ઉજવણી


મહિલા સશકિતકરણ ઊજવણી અવસરે નવસારી જિલ્લામાં મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ વાનગી હરિફાઇ અને કિશોરીને શણગારવામાં આવી હતી.

નવસારી ડો.આંબેડકર ભવન કાલીયાવાડી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાની ઉપસ્થિતતિમાં મહિલા બાળ પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઇસીડીએસ વિભાગ દ્વારા રસોઇ શો તેમજ બાળકોની વેશભુષાનું આયોજન કરવામાં આવ્યુંત હતું. બાળકોને સુખડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને ટીબીના દર્દીઓને પોષણ કિટ આપવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારીએ અવસરે જણાવ્યુ કે, ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવા માટે તેમની કાળજી લેવી આવશ્યક છે. માતાઓને જાગૃત કરવાની જવાબદારી આઇસીડીએસ અને આરોગ્યે વિભાગની છે. જે સારી રીતે નિભાવી રહયા છે. સગર્ભા માતાઓને પોષણક્ષમ આહાર, કિશોરીઓને માર્ગદર્શન મળવું જોઇએ. જેથી તેઓનું આરોગ્ય જળવાઇ રહે.

સ્નેહ સેતુ ટ્રસ્ટના ચેરપર્સન ચેતનાબેન બિરલાએ મહિલા બાળ પોષણ અને બાળકોના આરોગ્યી વિશે જાણકારી આપી હતી. માનવસેવા મંડળના પ્રમુખ ઠાકોરભાઇ નાયકે પણ અવસરે પોતાના વિચારો રજૂ કર્યા હતા. નવસારી તાલુકા આરોગ્ય અધિકારી ડો.ધવલ મહેતાએ પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.