26 August 2017

ગણપતિમાં જૂનાથાણાના મેળા પર પ્રતિબંધ


નવસારીના જૂનાથાણા વિસ્તારમાં સરકારી વસાહતના પટાંગણમાં ભરાતા મેળાના સ્ટોલ ઉપર સરકારે ચાલુ સાલ પ્રતિબંધ મુક્યો છે. અહીંની ત્રણ સરકારી બિલ્ડિંગને અતિભયજનક ઠરાવાતા નિર્ણય લેવાયો છે.

નવસારી પંથકમાં દર વરસે ઠેર ઠેર ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. શહેરના જૂનાથાણા વિસ્તારના સરકારી કવાટર્સ પટાંગણમાં પણ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. સરકારી કવાટર્સના પટાંગણમાં ઘણાં વરસોથી મેળો ભરાય છે અને અંદાજે 200થી વધુ નાના મોટા સ્ટોલ ઉભા થાય છે. સ્ટોલમાં ખાણીપીણીની ચીજવસ્તુથી માંડી ઘરવપરાશની ચીજો, બાળકોની વસ્તુઓનું વેચાણ થાય છે. ગણેશોત્સવમાં જૂનાથાણાનો મેળો વરસોથી લોકપ્રિય રહ્યો છે અને નવસારી-વિજલપોર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં ગણેશ ડેકોરેશન જોવા આવતા લોકો મેળાની અવશ્ય મુલાકાત લે છે. મેળામાં સ્થાનિક નાના વેપારીઓ ઉપરાંત અન્ય જગ્યાએથી પણ વેપારીઓ આવતા હોય છે. જોકે વરસે ગણેશોત્સવનો મેળો ઘોંચમાં પડ્યો છે.

આજે ગણેશોત્સવ શરૂ થઈ ગયો હોવા છતાં જૂનાથાણા સરકારી પરિસરમાં સાંજે 5 વાગ્યા સુધી મેળાના સ્ટોલ ઉભા થયા હતા. અંગે જાણવા મળ્યા મુજબ જુનાથાણા સરકારી પરિસરની ત્રણ બિલ્ડિંગો ચેકિંગ બાદ અતિજર્જરિત જાહેરાત કરાતા સુરક્ષાના પગલારૂપે સરકારે મેળાના સ્ટોલની પરવાનગી આપી હતી અને મેળાના સ્થળે મેળામાં આવતા સ્ટોલ ઉપર પ્રતિબંધ મુકાયાનું બોર્ડ પણ હુકમથી તંત્રએ લગાવી દીધુ હતું. અહીં ઉલ્લેખનીય છે કે સરકારી પરિસરમાં ઉભેલા ત્રણ બિલ્ડિંગોને ભયજનક જાહેર કરાતા તેમાં રહેતા લોકો પાસે પણ આવાસ ખાલી કરાવાયા હતા.

અંગે નવસારી જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ખેરે જણાવ્યું કે અગાઉના વરસોમાં મેળા માટે સ્ટોલ ઉભા થતા હતા વાત સાચી પરંતુ ચાલુ સાલ ત્રણ બિલ્ડિંગોને ભયજનક ઠરાવાતા સુરક્ષાના કારણોસર મેળાના સ્ટોલ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જૂનાથાણાના સરકારી પરિસરમાંના ભયજનક બિલ્ડિંગ, છેલ્લી ઘડીએ પરમિશનની આશાએ બેસેલા વેપારીઓ.

છેલ્લી ઘડીના વેપારીના પ્રયત્નો 
આમ તો જૂનાથાણા ગણેશોત્સવના મેળામાં સ્ટોલ લગાવવા ઉપર પ્રતિબંધ તો મૂકાયો હતો પરંતુ અહીં ધંધો કરવા આવતા વેપારીઓ છેલ્લી ઘડી સુધી મેળામાં સ્ટોલ માટે તંત્ર પરમિશન આપશે એવી આશા લગાવી બેઠા હતા. આજે શુક્રવારે બપોરબાદ પણ અનેક વેપારીઓ ધંધાનો સામાન લઈ જૂનાથાણાના સરકારી પરિસરમાં અડીંગો જમાવી બેઠા હતા અને સ્ટોલ માટે પરમિશન મળવાની રાહ જોઈ બેઠા હતા. જોકે તંત્ર તરફથી સાંજ સુધી તો ગ્રીન સિગ્નલ મળ્યો હતો. જોકે જર્જરિત બિલ્ડિંગથી દૂર સ્ટોલ ખોલવા દીધાની વાત પણ કેટલાક વેપારીએ વહેતી કરી હતી.