20 September 2017

નવસારી જિલ્લાના 92 ગામોમાં સ્વચ્છતા જાગૃતિ કેળવાશે


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 2જી ઓકટોબર પૂ. મહાત્મા ગાંધીજીની જન્મીજયંતી સુધી સ્વચ્છતા હી સેવાની ઝુંબેશ સ્વરૂપે સ્વાચ્છતા અભિયાન હાથ ધરવા આહવાન કરેલું, જેના અનુસંધાને સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ વિસ્તારમાં જાગૃતિ અર્થે જિલ્લા પંચાયત ખાતેથી સ્વચ્છતા રથને જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યો હતો. તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.કન્ન ર, જિલ્લા રજીસ્ટ્રાર પટેલ, ડો.પ્રજાપતિ, ગુજરાત વિદ્યાપીઠના કાળુભાઇ ડાંગર, જિલ્લા કો-ઓર્ડિનેટર હિનાબેન પટેલ, વૈશાલી પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ મુલાકાતમાં જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા ના સુત્રને સાર્થક કરવા 92 જેટલા ગામડાંમા સ્વચ્છતા રથ ફરી વ્યકિતગત શૌચાલયની ઉપયોગિતા તેમજ ઘન અને પ્રવાહી કચરાના નિકાલ વ્યવસ્થાપન માટે ઘનિષ્ઠ જનજાગૃતિ કેળવવા સ્વચ્છતા રથ દ્વારા જરૂરી પ્રચાર-પ્રસાર હાથ ધરાશે. 2જી ઓકટોબર સુધી દરેક ગ્રામ પંચાયતમાં ફરશે. નવસારી જિલ્લો સ્વચ્છતામાં દેશમાં અગ્રેસર રહ્યો છે. તેમાં ગ્રામજનો પણ વધુ જાગૃત થઇ કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યું કે સ્વચ્છ રથ જે ગામમાં આવશે તે ગામમાં સ્વચ્છતા જાળવવા ગ્રામજનોને જાગૃત કરવા શૌચાલયનો ઉપયોગ શોષખાડાનું મહત્વ અને ઘન કચરાના નિકાલ વ્યશવસ્થા પન પર વધુ જાગૃતિ કેળવાશે.