18 September 2017

નવસારી ખાતે દિવ્યાંગ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી


સમાજમાં દિવ્યાંગજનો સ્વમાનભેર જીવી શકે સ્વનિર્ભર બની અન્યો પર બોજારૂપ બને તેવી ઉદાત્ત ભાવના દિવ્યાંગ કેર ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ધરાવે છે. રવિવાર તા.17 સપ્ટેમ્બર નવસારી માટે ખાસ દિવસ બની રહયો. સમારંભની શાનદાર શરૂઆત રાષ્ટ્રીગીતથી કરાઇ બાદમાં પ્રાર્થનાઓ ઇશ્વરભજીએ તને મોટું છે તુજ નામ દિવ્યાંગ બાળકોએ રજૂ કરી હતી. મૂકબધિર મંદ બુધ્ધિનાં બાળકોએ તૈયાર કરેલ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો. જેમાં દિવ્યશક્તિનાં દર્શન કરાવ્યાં હતા. આજના સમારંભમાં દિવ્યાંગ વ્યક્તિઓએ કલા,હુનર દ્વારા તૈયાર કરેલી ચીજ વસ્તુનું પ્રદર્શન કરાયું હતુ.

દિવ્યાંગ કેર ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટનાં સંજય ભગત અને ઝીન્યુઝ ચેનલનાં ચીફ જગદીશચંદ્ર, ગાંધીઘર કછોલીનાં અનીલ નાયક, સુરેશ દેસાઇ લેખક પત્રકારનાં હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતુ. મુખ્ય યજમાન સંજય ભગતનાં હસ્તે મોમેન્ટો જગદીશચંદ્રને અર્પણ કરાયું હતુ. જે દિવ્યાંગ બાળકોએ તૈયાર કરાયું હતુ.

સમારંભના આરંભે સંજય ભગતે સહુને આવકારી સ્વાગત કર્યુ હતુ. ઝી ન્યુઝના જગદીશચંદ્રે સભાજનોને સંબોધન કરતા જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મદિને શુભેચ્છા પાઠવી હતી. નરેન્દ્ર મોદી ગુજરાતનું દેશનું ગૌરવ છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનો નક્શો બદલ્યો છે, તથા મોદીજી વિશ્વનાં નેતા પાંચ મોટા નેતામાં ગણાય છે. દેશને મોદી માટે ગર્વ છે. ટ્રસ્ટમાં કાબીલ લોકો કાર્ય કરે છે. સ્કીલ ટ્રેનીંગથી દિવ્યાંગો સ્વનિર્ભર બનાવે છે. કલેક્ટર પણ આમ આવે છે. તે બદલ અભિનંદન આપું છું. શહેર, ટ્રસ્ટ દેશમાં નામાંકીત બનશે. આજના સમારંભમાં દિવ્યાંગ માટેની વિવિધ સંસ્થાઓનાં બાળકો મોટી સંખ્યામાં હાજર રહયાં હતા. સમારંભમાં જગદીશચંદ્રનાં હસ્તે દિવ્યાંગોને સીલાઇ સંચા ભેટ અપાયા હતા.