16 September 2017

મુસ્લિમ યુવાનાઓ રકતદાન કરી કોમી એકતાનો નવો સંદેશ આપ્યો


ગણેશોત્સવમાં નવસારી પંથકના ગણેશ મંડળોએ 385 યુનિટ રકત રેડક્રોસ નવસારીની બ્લડબેંકને આપી ધાર્મિક ઉત્સવ દ્વારા માનવ સેવા એજ માધવ સેવાના નવા અભિગમને ચરિતાર્થ કર્યો છે. ગુરુકૃપા યુવક મંડળ ઝવેરી સડક નવસારીના ગણપતિના પંડોળમાં મળેલા 61 યુનિટ રકતમાં 10થી 12 મુસ્લિમ યુવાએ રકતદાન કરી કોમી એકતાનો નવો સંદેશ આપ્યો છે.

રકતદાતા મહમદ સરફરાઝ શેખે તો જણાવ્યું હતું કે, ગીતા, કુરાન, કે ગુરુગ્રંથોમાં અચ્છી ઇન્સાનીયતના પ્રદર્શન માટે રકતદાન ચક્ષુદાન જેવા ઉમદા કાર્યનો નિર્દેશ છે. આ ઉત્સવ દરમિયાન વિઘ્નહર્તા શ્રી ગણેશની આરાધના પૂજા વગેરે આયોજકોએ રકતદાતાની ઉપસ્થિતિમાં કરી આ મંડળોએ ઉત્સવનો નવો રાહ કંડાર્યો છે.

નવા ફળિયા નવયુવક મંડળ, એંધલ-34, જય અંબે ગૃપ, અબ્રામાં-43, બાળ ગણેશ યુવક મંડળ, આમરી-79, સમસ્ત ગણેશ ઉત્સવ મંડળ, ભેંસતખાડા-માછીવાડ-નવસારી-71, બાળ ગણેશ યુવક મંડળ, મુકતાનંદ એપાર્ટમેન્ટ, નવસારી-28, શાંતિવન ગણેશ ઉત્સવ મંડળ, ગ્રીડ, નવસારી-57, સહયોગ મિત્ર મંડળ શ્યામનગર વિજલપોર-12 યુનિટ રકતનું દાન દર્દીઓ માટે કર્યુ છે.