11 September 2017

શહીદ ફિરદોસ મોગલની યાદમાં નવસારીમાં વ્યાખ્યાનમાળા યોજાશે


લેફ્ટ. કમાન્ડર ફિરદોસ મોગલ તા. 30.8.2010ના રોજ 35 વર્ષ અને 318 દિવસનું આયુષ્ય ભોગવી પોતાના 6 સાથીઓને મધદરિયે સબમરીનમાં થયેલી હોનારત વખતે બચાવી, શહીદ થયા હતા. ઓફિસરના જીવન પર પ્રકાશ પાડતી પુસ્તિકા ભર બપોરે સૂર્યાસ્તનું સંપાદન એમના કાકા ડો. હોશંગ મોગલે કર્યું હતું. પુસ્તિકાનું વિમોચન તા. 26.1.2013 નાં રોજ જાણીતા ધાર્મિક સ્કોલર ડો. રુયીટન પીરના હસ્તે થયું હતુ. ડો. પીરે સ્વ. ફીરદોશની તસવીરનું અનાવરણ મહુવા પારસી અંજુમન સંચાલિત દાદગાહના હોલમાં કર્યુ હતુ. પુસ્તિકાની બીજી આવૃત્તિનું વિમોચન તા. 11.9.2016ના રોજ ગુજરાત રાજ્ય આદિજાતિ વિભાગ, પ્રવાસન અને વન વિભાગના મંત્રી ગણપતભાઇ વસાવાના હસ્તે થયું હતું.

ભર બપોરે સૂર્યાસ્ત પુસ્તિકા વાંચ્યા પછી નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીના પદાધિકારીઓ ખૂબ ભાવવિભોર થયા હતા અને સ્વ. ફીરદોશની સ્મૃતિ યુવા પેઢીને પ્રેરણા પૂરી પાડે તે હેતુથી એક વ્યાખ્યાનમાળા શરૂ કરવાનું નક્કી કર્યું અને તે અંગે નવસારી ટાટા મેમોરિયલ હોલમાં મરહૂમ ફિરદોસને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.