2 September 2017

કબીલપોરના સેવાસેતુમાં 3807 પ્રશ્નનો સ્થળ પર ઉકેલ


નવસારી જિલ્લામાં સેવા સેતુના ત્રીજા તબકકાનો પ્રારંભ થયો છે. નવસારી જિલ્લાના કબીલપોર ખાતે નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, નવસારી જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ સેવાસેતું કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. નવસારી જિલ્લાને સ્મોકલેસ બનાવવાના ક્લસ્ટરના લાભાર્થીઓને ઉજજવલા ગેસ યોજના અંતર્ગત ગેસ કનેકશન સાથે સગડીનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.

પ્રસંગે નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, જિલ્લાના કલસ્ટરવાઇઝ આઠ- દશ ગામના સમૂહને એક જગ્યાએ મા કાર્ડ, આધારકાર્ડ, મા વાત્સ્લ્ય કાર્ડ, આવકના દાખલા, કેશલેસ સુવિધા, બેંક એકાઉન્ટ, રેવન્યુ રેકર્ડ માટે વારસાઇ અરજીઓ, વીજ જોડાણ અરજીઓ, કિસાન ક્રેડિટ કાર્ડ વગેરે સુવિધાઓ નજીકના સ્થળે મળી રહે એવું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થયું છે. જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

નવસારીના કલેકટર રવિકુમાર અરોરાએ નવસારી જિલ્લાને સ્મોકલેશ બનાવવા પ્રધાનમંત્રી ઉજજવલા યોજના માટે મહેનત કરી રહ્યા છે. જેનો લાભ વધુમાં વધુ મહિલાઓ લઇ સહકાર આપવા ધારાસભ્યએ અપીલ કરી હતી. કબીલપોર ખાતે યોજાયેલા સેવાસેતું કાર્યક્રમમાં રજુ થયેલા 3807 પ્રશ્નનો સ્થળ પર ઉકેલ લાવવામાં આવ્યો હતો.

સેવાસેતુ કાર્યક્રમના પ્રારંભમાં સ્વાઇનફલુ સામે રક્ષણ માટે ઉકાળો તેમજ હોમિયોપેથિક ટેબ્લેટ સ્થળ પર અપાઇ હતી. સેવાસેતું કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના મહિલા અને બાળકલ્યાણ સમિતિના અધ્યક્ષ શિલ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નટવરસિંહ, કબીલપોરના અગ્રણી ઓમપ્રકાશ અગ્રવાલ, અજીતભાઇ દેસાઇ, સરપંચ છનાભાઇ જોગી, મામલતદાર વસાવા, જલાલપોર મામલતદાર કુબાવત, અગ્રણીઓ સહિત લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.