28 September 2017

રગ્બી ફુટબોલ સ્પર્ધામાં નવસારી ટાટા હાઇસ્કૂલની બહેનોની ટીમ ચેમ્પિયન


યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમત વિભાગ ગાંધીનગરના ઉપક્રમે હિમંતનગર જિલ્લા રમત-ગમત અધિકારીના આયોજન હેઠળ ગુજરાત રાજ્ય શાળાકીય U-19 અને U-17 રગ્બી ફુટબોલ સ્પર્ધાનું આયોજન તા.23.9.2017 થી 25.9.2017 સપ્ટેમ્બરના રોજ સ્પોર્ટસ સંકુલ હિમંતનગર ખાતે આયોજન થયેલ હતુ.

નવસારી જિલ્લા વતી ધી.ડી.કે.ટાટા હાઇસ્કુલની બહેનોની ટીમે પ્રતિનિધિત્વ કરેલ, જેમાં નવસારી ટીમે સુરત ગ્રામ્ય, મહેસાણા, સુરત સીટી અને ફાઇનલ મેચ ગાંધીનગરને હરાવી ટુર્નામેન્ટમાં ચેમ્પિયનશીપ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

શાળાની U-19 ટીમ કેપ્ટન અવિશા, જીનલ, કવિતા, અંજલી, પ્રિયંકા પટેલ, મનિષા, દર્શના, હિનલ, ઇશીકા, નિકીતા, માનસી (તમામ ટાટા હાઇ) અને સરસ્વતી વિદ્યાલયની ભુમિકા રમ્યા હતા. જેમાં ગુજરાત રાજ્યની U-19 ટીમમાં અવિશા ચૌધરી ગુજરાત ટીમ કેપ્ટન કવિતા, જીનલ, ભૂમિકા, મનિષા પસંદગી પામી રાષ્ટ્રીયકક્ષા રમવા હેદરાબાદ મૂકામે જનાર છે. U-17 બહેનો રાજ્યકક્ષા તૃતિય ક્રમ મેળવ્યો હતો. જેમાં શાળાની ત્રણ ખેલાડીઓ જીનલ હળપતિ, દિશા નાયકા અને વૈદેહી ગામીત રાષ્ટ્રની પસંદગી પામેલ છે.