4 September 2017

ટ્રાફિક પોલીસની ગાડીમાં પૈસા લેતો વીડિયો વાયરલ


ચીખલી નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ વાહનની ગાડી (સુમો) માંથી ટ્રક ચાલક પાસેથી પૈસા લેતો વીડીયો વાઇરલ થતા ચકચાર મચવા સાથે જે મુદ્દો પોલીસ બેડામાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે. ત્યારે આ મુદ્દે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરાય તો હકીકત બહાર આવવા પામે એમ છે.ચીખલી વાંસદા સહિતના વિસ્તારમાં એક વીડીયો પોલીસનો વાઇરલ થવા પામ્યો છે.

જેમાં નવસારી જિલ્લા ટ્રાફીક પોલીસનું વાહન (ટાટા સુમો) નંબર જીજે.21.જી.0378 માંથી એક ટ્રકવાળા પાસેથી પૈસા લઇ રહયો છે એ વીડીયોમાં એ લીધા…એ લીધા અને ટ્રકનું આખું લઇ લે જે તેવો અવાજ પણ સંભળાઇ રહયો છે. જે વીડીયોમાં ટ્રક નંબર જીજે.24.વી.4901 નંબરની ટ્રકની બાજુમાં ટ્રાફીક પોલીસની જીપ નજરે પડે છે અને ટ્રકના ક્લીનર સાઇડેથી પોલીસ વાહનમાં ડ્રાઇવીંગ સીટ પર બેસેલી વ્યક્તિને પૈસા આપવામાં આવી રહયા છે

જે વીડીયો ચીખલી, વાંસદા, નવસારી વિસ્તારમાં સોશિયલ મીડીયામાં ફરતો થયો છે. પોલીસ પૈસા લેતો વીડીયો વાઇરલ થયો છે ત્યારે સમગ્ર બાબતે રેંજ આઇજી દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરાવવામાં આવે તો ટ્રાફીક પોલીસ શાખામાં ચાલતો કારભાર ચાલતો બહાર આવવા પામે તો નવાઇ નહીં.

પાવતીની રકમ લેવામાં આવી હતી 
આર.એમ.કોટવાલા ટ્રાફીક પી.એસ.આઇ નવસારી ટ્રાફીક શાખાના ફોન નં.(02637) 280805 પર સંપર્ક કરતા જે રીસીવ ન કરતા પીએસઆઇ આર.એમ.કોટવાલનો સંપર્ક કરતા તેમણે જે વીડીયો વાઇરલ થયો છે એ 24 ઓગષ્ટનો છે અને જે ટ્રકમાં પેસેન્જર હોય પાવતી આપવામાં આવી હોય પરંતુ પૈસા ન આવી જતાં પીછો કરી બોરીયાચ ટોલનાકા આગળ તેને ઉભી રાખી પાવતીની રકમ તેની પાસેથી લેવામાં આવી હતી.