24 October 2017

500થી વધુ બાળકોને રમકડાંનું વિતરણ


નવસારીના એક વેપારીએ દિવાળી અનોખી રીતે ઉજવી હતી. વેપારીએ 500 થી વધુ ગરીબ બાળકોને દિવાળીમાં મફત રમકડાં આપી દિવાળીમાં તેમનાં મોં ઉપર હાસ્ય રેલાવી દીધું હતુ.

 નવસારીનું પદમાવતી ગૃપ ઇલેકટ્રોનીક્સ, કપડાં, રમકડાં વિગેરે વ્યવસાય સાથે સંકળાયેલ છે. પદમાવતી ગૃપનાં એક સંચાલક કલ્પેશ કોઠારીએ દિવાળીનાં દિવસે દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ સરસ્વતી મંદિર નજીક દશેરા ટેકરી તથા નજીકનાં 520 જેટલા બાળકોને 520 જેટલા બાળકોને અવનવા રમકડાંઓ તો આપવામાં આવ્યા પરંતુ સાથે બુંદીના લાડું આપી મોં મીઠું પણ કરાવવામાં આવ્યું હતુ.

ગરીબ બાળકોને જ્યારે રમકડાં અપાયા ત્યારે ઘણાનાં આંખમાં ખુશીનાં આંસુ આવી ગયા હતા.