3 October 2017

ગાંધી જન્મદિન ઉજવાયો, જિલ્લા સ્થાપના દિન ભુલાયો


ગાંધી જયંતિને લઇને જ્યાં નવસારી શહેરમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા તો બીજી તરફ આજે 2જી ઓક્ટોબરે નવસારી જિલ્લાનો 21 મો સ્થાપના દિન હોવા છતાં ભૂલાયો હતો અને કોઇ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.

આજે બીજી ઓક્ટોબર હોઇ ગાંધી જયંતિના દિવસે નવસારીમાં અનેક કાર્યક્રમોનું આયોજન થયું હતુ. દર વર્ષની જેમ ફુવારા ગાંધી પ્રતિમાના સ્થળે પુષ્પવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ કોંગ્રેસનાં અગ્રણીઓએ તો પુષ્પવંદના કરી હતી. સાથે પાલિકા તથા ગાંધીવાદી લોકોએ પણ બાપુની પ્રતિમાને ફૂલહાર ચઢાવ્યા હતા. લોકોએ ફૂલહારથી ગાંધી પ્રતિમા લથપથ થઇ ગઇ હતી. પુષ્પવંદનાના કાર્યક્રમ ઉપરાંત શાળાઓનાં બાળકોનો પ્રાર્થનાનો કાર્યક્રમ પણ થયો હતો. વૃક્ષારોપણ અને સાફસફાઇના કાર્યક્રમોનું આયોજન પણ અનેક સંગઠનો તથા રાજકીય પક્ષોએ કર્યુ હતુ. છાપરામાં ગાંધી વિચાર સભાનાં ઉપક્રમે પ્રવચનો વિગેરેનું આયોજન કરાયું હતુ. આમ દિવસભર બાપુ જન્મદિનનાં કાર્યક્રમો થતા રહયા હતા.

આજે બીજી ઓક્ટોબરનો દિવસ જ્યાં ગાંધીજન્મ દિન હતો ત્યાં બીજી તરફ દિવસ નવસારી માટે અન્ય રીતે પણ ખાસ હતો. આજથી 20 વર્ષ અગાઉ સને 1997 નાં રોજ નવસારી જિલ્લો બન્યો હતો.નવસારી પંથકમાંથી વરસો સુધી જિલ્લાની માંગ પ્રબળ હતી, જે આખરે 1997 માં શંકરસિંહ વાઘેલા સરકારે સ્વીકારી નવસારી જિલ્લો બનાવ્યો હતો. આજે નવસારી જિલ્લાને 20 વર્ષ પૂરા થઇ 21માં વર્ષમાં પ્રવેશ કર્યો હોવા છતાં સ્થાપના દિનની કોઇ ઉજવણી થઇ હતી કે કોઇ કાર્યક્રમોનું આયોજન પણ થયું હતુ. ગત વર્ષે સીનીયર સીટીઝનોએ વિદ્યાર્થી સંગ પાલિકા પટાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે જિલ્લાની જાહેરાત કરનાર જિલ્લાના સ્થાપક શંકરસિંહ વાઘેલા પણ જોગાનું જોગ આજે નવસારીમાં હતા. તેઓની હાજરી છતાં જિલ્લા સ્થાપના દિનનો કાર્યક્રમ યા ઉજવણી થઇ હતી.

જિલ્લાનો હદનો હજુ વિવાદ 
નવસારી જિલ્લાની જાહેરાત સને 1997 માં કરાઇ ત્યારે ખેરગામ વિસ્તાર સહિતનાં ચીખલી તાલુકાને પણ નવા જિલ્લામાં સમાવાયો હતો. જોકે સ્થાપના સમયથી ખેરગામ વિસ્તારમાં લોકોની માંગ નવસારી જિલ્લા સાથે નહીં પરંતુ વલસાડ જિલ્લામાં જોડાવાની હતી. વર્ષો અગાઉ અંગે ધરણાં પણ થયા હતા. આજથી 4 વર્ષ અગાઉ ખેરગામને ચીખલીથી અલગ તાલુકો તો બનાવાયો પરંતુ નવા ખેરગામ તાલુકાને નવસારી જિલ્લામાં સામેલ કરાયો હતો. હવે પૂન: ખેરગામ વિસ્તારનાં લોકોએ નવસારી જિલ્લામાંથી નીકળી વલસાડ જિલ્લામાં જવાની આંદોલન શરૂ કર્યુ છે. બીજી શબ્દોમાં કહીએ નવસારી જિલ્લાની જે હદ નક્કી થઇ હતી તેનો વિવાદ 20 વર્ષે પણ યથાવત છે.