8 October 2017

વકીલોએ નવસારી જિલ્લા નાયબ કલેકટર વિરૂદ્ધ આવેદન પત્ર આપ્યું


નવસારીના ઈનચાર્જ પ્રાંત અધિકારી આર.બી.ભોગાયતા વિરૂદ્ધ નવસારીના વકીલોએ કલેકટરને આજે શનિવારે આવેદનપત્ર આપ્યું હતું. નવસારી ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનના નેજા હેઠળ વકીલોએ આજે શનિવારે કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઈનચાર્જ નાયબ કલેકટર (પ્રાંત અધિકારી) આર.બી.ભોગાયતા રેવન્યુની અપીલો, કેસની મુદત તારીખે સવારથી સાંજ સુધીમાં મનફાવે ત્યારે આવે છે અને આવ્યા બાદ વકીલો અને પક્ષકારોને સાંજે 7 વાગ્યા સુધી બેસાડી રાખી બાદમાં માત્ર તારીખો જ આપવામાં આવે છે.

તેઓ દ્વારા ખાસ વકીલોના કેસો ઉપર જ ધ્યાન આપવામાં આવે છે. જુ. વકીલો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે. 5મી ઓકટોબરે તેઓએ તોછડાઈભર્યુ વર્તન વકીલો સાથે કર્યાનો આક્ષેપ વકીલ મંડળે કર્યો છે. વકીલોએ કલેકટર રવિકુમાર અરોરાને મળી નાયબ કલેકટર ભોગાયતા વિરૂદ્ધ ફરિયાદ કરતું આવેદનપત્ર આપ્યું હતું.