27 October 2017

નવસારીનાં ડેપો સબજેલ રોડ ઉપર વહેતું ગંદું પાણી


નવસારીના ડેપો-સબજેલ રોડ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ગંદુપાણી વહેતું રહેતા માર્ગ ઉપરથી અવરજવર કરતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

નવસારી શહેરમાં એસ. ટી. ડેપોથી પ્રજાપતિ આશ્રમ અને બીજી તરફ સબજેલ તરફ રોડની મુખ્ય માર્ગ તરીકે ગણના થાય છે. ડેપોથી સબજેલ જતા રોડની સૂરત છેલ્લા કેટલાક દિવસોથી બદલાઇ છે.

માર્ગ ઉપર નિરંતર ગંદુ પાણી વહેતું જણાય છે. જેને લઇને દુર્ગધ ફેલાઇ છે. અહીંથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. સમસ્યા એક બે દિવસની નથી પરંતુ દિવાળી અગાઉની છે. આમ છતાં જવાબદારોએ પગલાં લીધાનું જણાયું નથી.આ અંગે નવસારી પાલિકામાં પણ ફરિયાદ થઇ છે. અંગે પાલિકામાં પૂછતાછ કરતાં જણાવાય છે કે ગદું પાણી પાલિકાની ડ્રેનેજનું નથી પરંતુ ડેપોમાંથી બહાર આવે છે.